ETV Bharat / state

અબડાસા : 11 મુસ્લિમોને મળી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ટિકિટ - kutch news

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં અબડાસા તાલુકાના 11 મુસ્લિમોને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ટિકિટ આપવામાં આવી છે.

અબડાસા તાલુકા પંચાયત
અબડાસા તાલુકા પંચાયત
author img

By

Published : Feb 15, 2021, 10:52 PM IST

  • અબડાસા તાલુકાના 11 મુસ્લિમોને મળી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ટિકિટ
  • ટિકિટ વહેંચણીમાં હનીફ બાવા પઢીયારનું બળ કામ કરી ગયું
  • ગત વિધાન સભામાં હનીફ બાવાને મળેલા મતોથી પ્રભાવિત થઈ કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને પસંદ કર્યા

કચ્છ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં અબડાસા તાલુકાના 11 મુસ્લિમોને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ટિકિટ આપવામાં આવી છે. આ ટિકિટ વહેંચણીમાં હનીફ બાવા પઢીયારનું બળ કામ કરી ગયું હોવાની ચર્ચા હાલ સ્થાનિક રાજકારણમાં ચાલી રહી છે. ગત વિધાન સભામાં હનીફ બાવાને મળેલા મતોથી પ્રભાવિત થઈને કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારને પસંદ કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ડુમરા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાફર સુરંગીએ ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની ખીરસરા કોઠારા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાણબાઇ નોડે એ ફોર્મ ભર્યુ હતું. ડુમરા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાફર સુરંગીએ ફોર્મ ભર્યુ હતું. બીટ્ટા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડાડાભાઇ જતે ફોર્મ ભર્યુ હતું. તો અબડાસા તાલુકા પંચાયતની રામપર અબડા પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હુરબાઇ ઉરસે ફોર્મ ભર્યુ હતું.

વરાડીયા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અબ્દુલ કરીમ હાજી યાકુબબાવા પઢિયારે ફોર્મ ભર્યુ

અબડાસા તાલુકા પંચાયતની ખીરસરા વિઝાણ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાફર અલારખીયા હિગોરાએ ફોર્મ ભર્યુ હતું. વરાડીયા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અબ્દુલ કરીમ હાજી યાકુબબાવા પઢિયારે ફોર્મ ભર્યુ હતું તથા અબડાસા તાલુકા પંચાયતની મોટીબેર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેજબાઇ લાખા કેરે ફોર્મ ભર્યુ હતું.

તેરા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અબ્બાસ માજોઠીએ ફોર્મ ભર્યુ

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકા પંચાયતની બાડીયા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઈશાક ઉઠારે ફોર્મ ભર્યુ હતું. તેરા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અબ્બાસ માજોઠીએ ફોર્મ ભર્યુ હતું. કચ્છ જિલ્લા પંચાયતમાં વાયોર જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પીર સૈયદ તકીશા ઈબ્રાહિમશાએ ફોર્મ ભર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.