- કચ્છમાં કોરોના કહેર વરસાદીા પાણીના ભરાવા વચ્ચે પણ સફળ બન્યો રણોત્સવ
- ધોરડોના સફેદ રણમાં 12 નવેમ્બરથી શરૂ થયો હતો 16મો રણોત્સવ
- 28મી ફેબ્રુઆરીએ થયું હતું સમાપન, કુલ1.28 લાખ પ્રવાસીઓ ઉમટયાં
ભુજ: કચ્છી અજાયબી ગણાતા ધોરડોના સફેદ રણમાં દર વર્ષે ઉજવાતા રણોત્સવ એ દેશ-વિદેશમાં ભારે ખ્યાતિ મેળવી છે. શીત લહેર વચ્ચે યોજાતા રણ ઉત્સવમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન નિગમ અને રાજ્ય સરકારે રણની સજાવટ માટે અનેક સુવિધાઓ ઉભી કરી હતી. ઓક્ટોબર- નવેમ્બર 2020માં કોરોનાની મહામારીના ડર વચ્ચે માત્ર ટેન્ટ સિટી જ ઊભી કરવામાં આવી હતી અને 12 નવેમ્બરથી શરૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કચ્છ રણોત્સવ: પ્રવાસીઓને આવકારવા સફેદ રણ સજજ, જોકે કોરોનાને પગલે સતાવાર આયોજન નહીં
મહાનુભાવોએ પણ રણોત્સવનો લ્હાવો લીધો
રણોત્સવમાં ગૃહપ્રધાન અમિત શાહે ધોરડોમાં સરપંચ સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પણ શિબિર યોજાઇ હતી. આ ઉપરાંત રાજ્યપાલ હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન, હાઈકોર્ટના ન્યાયાધીશ સહિત દેશ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ રણોત્સવની રંગત માણી હતી. અભિનેત્રી તાપસી પન્નુએ રશ્મિ રોકેટ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું તો વળી ઉતરાયણના પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ પતંગ ઉત્સવનો માહોલ પણ માણ્યો હતો.
કુલ 109 દિવસ રણોત્સવની મોજ મળી
આખરે 109 દિવસ બાદ 28મી ફેબ્રુઆરીના રણોત્સવનો સમાપન કરવામાં આવ્યું હતું. રણોત્સવ દરમિયાન કુલ 1,28,838 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 21,415 વાહનોની અવજવર થઈ હતી. જેની ફી દ્વારા 1,20,90,000 જેટલી આવક થઈ હતી અને કુલ મળીને સરકારને 1,31,37,000 જેટલી આવક થઈ હતી.