ETV Bharat / state

Vidhyasahayak Recruitment Scam: ખેડામાં ભરતી કૌભાંડના 64 માંથી 37 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા - શિક્ષકોની ભરતી કૌભાંડ પર હાઈકોર્ટ

ખેડા જિલ્લામાં 2008માં કરવામાં આવેલી 64 વિદ્યાસહાયકોની ભરતીમાંથી હાઈકોર્ટના આદેશ બાદ 37 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે. મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી વિદ્યાસહાયકોની ભરતીમાં તત્કાલીન પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કૌભાંડ (Vidhyasahayak Recruitment Scam) આચરવામાં આવ્યું હતું.

ખેડામાં ભરતી કૌભાંડના 64 માંથી 37 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા

author img

By

Published : Apr 1, 2022, 7:29 PM IST

ખેડા: ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી (Kheda District Primary Education Office) દ્વારા વર્ષ 2008માં કરવામાં આવેલી વિદ્યાસહાયક ભરતી (Vidhyasahayak Recruitment Scam)માં મહેકમ કરતા વધુ શિક્ષકોની ભરતી કરી કૌભાંડ (Teacher recruitment scam Kheda) આચરાયું હતું. જે મામલે હાઇકોર્ટના આદેશ બાદ 64 વધારાની ભરતી પૈકી 37 શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે. વર્ષ 2008માં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા 257 શિક્ષકોની ભરતી કરવાની હતી, જેમાં તત્કાલીન પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા 257 ઉપરાંત વધારે શિક્ષકોની ભરતી કરી કૌભાંડ આચરાયું હતું.

257 ઉપરાંત વધારે શિક્ષકોની ભરતી કરી કૌભાંડ આચર્યું હતું.

આ પણ વાંચો: Appointment of Traveling Teachers : વિદ્યાસહાયક શિક્ષકો મજૂર નથી, વધારો નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરમાં ધામા

હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષકોને છૂટા કરાયા- વધારાના શિક્ષકોની ભરતી કરવામાં આવી હોવાની બાબત વર્ષ 2014માં ઉજાગર થવા પામી હતી. જેને લઈ તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વધારાના નિમણૂક પામેલા શિક્ષકોને છૂટા કરાયા હતા, જે મામલે નારાજ શિક્ષકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલો હાઈકોર્ટ (High Court On Teachers Recruitment Scam) દ્વારા નિર્ણયાધિન હોઈ જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી આ શિક્ષકોને ફરજ પર ચાલું રાખવા જણાવાયું હતું.

આ પણ વાંચો: Teachers protest in Surat : સુરતના શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માગ સાથે બ્લેક ડે મનાવી વિરોધ વ્યક્ત કર્યો

37 શિક્ષકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા- બાદમાં 2019માં હાઈકોર્ટ દ્વારા વધારાના શિક્ષકોને ફરજ પરથી મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો. જેમાં હાઈકોર્ટ દ્વારા વર્ષ 2014થી 2019 દરમિયાન રાજીનામાંથી ખાલી પડેલી જગ્યાઓ પર જાતિવાર અને મેરિટ પ્રમાણે આ શિક્ષકોનો સમાવેશ કરવા જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશને લઈને ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક અસરથી 37 શિક્ષકોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ખેડા જિલ્લાના 34 અને મહીસાગર જિલ્લા (Teachers Recruitment In Mahisagar)ના 3 શિક્ષકોનો સમાવેશ થાય છે. જ્યારે હાઈકોર્ટના આદેશ મુજબ 23 જેટલા શિક્ષકોને સમાવી લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.