ETV Bharat / state

ઠાસરાના ધારાસભ્ય પર હુમલાનો ધમકીભર્યો વીડિયો વાયરલ, એસપીને કરાઇ રજૂઆત - Nadiad News

ખેડા: જિલ્લાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ઉપર થયેલા હુમલાનો ધમકી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં આ તો ખાલી ટ્રેલર છે, ફિલ્મ હજુ બાકી હોવાનું જણાવી ધમકી આપવામાં આવી છે. જેને લઇ ઠાસરાના તેમજ મહુધાના ધારાસભ્ય દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી હતી.

kheda
ખેડા
author img

By

Published : Jan 6, 2020, 11:40 PM IST

નડિયાદના ભાનુ ભરવાડ અને તેના પુત્ર સહિતના લોકોએ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર ગત ઓગસ્ટ માસમાં જમીન વિવાદના મામલે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય ઈજાગ્રસ્ત થયા હતા. જે હુમલાની ઘટના બાદ હુમલાનો વીડિયો સામે આવ્યો હતો. તાજેતરમાં હુમલાના તે વીડિયો સાથે બેકગ્રાઉન્ડમાં, ‘આ તો ખાલી ટ્રેલર છે ફિલ્મ હજુ બાકી છે.’ તેવી ધમકી સાથે ટીકટોક અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય પરના હુમલાનો વિડીયો વાયરલ થતા એસપીને રજુઆત કરાઈ

આ ઘટનાને લઇ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે નડિયાદ ખાતે પોલીસ અધિક્ષકની કચેરીએ જિલ્લા પોલીસ અધિક્ષકને મળી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, ગત ઓગસ્ટ માસમાં જમીન વિવાદના મામલે નડિયાદના ભાનુ ભરવાડ અને તેના પુત્ર સહિતના લોકોએ ધારાસભ્ય પર હુમલો કર્યો હતો. જે આરોપીઓ હાલ જેલ હવાલે છે.

Intro:ખેડા જીલ્લાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ઉપર થયેલા હુમલાનો વિડીયો ધમકી સાથે સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે.જેમાં આ તો ખાલી ટ્રેલર છે ફિલ્મ હજુ બાકી હોવાનું જણાવી ધમકી આપવામાં આવી છે.જેને લઇ ઠાસરાના તેમજ મહુધાના ધારાસભ્ય દ્વારા એસપીને રજુઆત કરવામાં આવી.Body:ગત ઓગસ્ટ માસમાં જમીન વિવાદના મામલે નડિયાદના ભાનુ ભરવાડ અને તેના પુત્ર સહિતના લોકોએ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર નડિયાદ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય ઈજાગ્રસ્ત થયા હતા.જે હુમલાની ઘટના બાદ હુમલાનો વિડીયો સામે આવ્યો હતો. તાજેતરમાં હુમલાના તે વિડીયો સાથે બેકગ્રાઉન્ડમાં આ તો ખાલી ટ્રેલર છે ફિલ્મ હજુ બાકી છે તેવી ધમકી સાથે ટિક્ટોક અને સોશિઅલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.જેને લઇ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે નડિયાદ ખાતે પોલીસ અધિક્ષકની કચેરીએ જીલ્લા પોલીસ અધિક્ષકને મળી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
મહત્વનું છે કે ગત ઓગસ્ટ માસમાં જમીન વિવાદના મામલે નડિયાદના ભાનુ ભરવાડ અને તેના પુત્ર સહિતના લોકોએ ધારાસભ્ય પર હુમલો કર્યો હતો.જે આરોપીઓ હાલ જેલ હવાલે છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.