ETV Bharat / state

Swachhta Hi Seva Program : ખેડામાં 'સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ' અંતર્ગત કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે શ્રમદાન કર્યું - સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ મહાશ્રમદાનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નડિયાદનાં ડભાણ અને મહુધાનાં વડથલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે મહાશ્રમદાન અંતર્ગત સફાઈકામ સહિત વિવિધ પ્રવૃતિઓ કરી હતી. સાથે જ કેન્દ્રીય રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે સફાઈ કામદારોનું સન્માન કર્યું અને સફાઈકામ બદલ કામદારોને બિરદાવ્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 1, 2023, 9:16 PM IST

ખેડા : કચરા મુક્ત ભારતના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા "સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 2જી ઓક્ટોબરે, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે આજે આજે 01-10-2023 સવારે 10:00 કલાકે “એક તારીખ, એક કલાક" ના સૂત્ર સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ મહાશ્રમદાનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નડિયાદનાં ડભાણ અને મહુધાનાં વડથલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણે મહાશ્રમદાન અંતર્ગત સફાઈકામ સહિત વિવિધ પ્રવૃતિઓ કરી હતી. જેમાં ડભાણ ખાતે ગણપતિ મંદિર પ્રાંગણમાં જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણી પણ મહાશ્રમદાનમાં દેવુસિંહ ચૌહાણ સાથે જોડાઈને એક કલાક સફાઈ કરી હતી.

Swachhta Hi Seva Program
Swachhta Hi Seva Program

સફાઈ કામદારોનું સન્માન કરાયું : આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય પ્રધાને "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત સફાઈ કામદારોનું શાલ ઓઢાડીને તથા રેંટીયો અને સન્માનપત્રો આપીને સન્માન કર્યુ હતું. સફાઈ કામદારોને રૂબરુ મળીને તેમના કાર્યને બિરદાવ્યુ હતું. ઉપરાંત, મહાશ્રમદાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા આરોગ્ય વિભાગ દ્વારા ગોઠવેલ એનસીડી કેમ્પમાં સફાઈકામદારોના સ્વાસ્થ્યની તપાસણી કરવામાં આવી હતી. કેન્દ્રીય રાજ્ય પ્રધાન દેવુસિંહે આ હેલ્થ કેમ્પની મુલાકાત લઈ સફાઈકામદારોનાં સ્વાસ્થ્યના હાલચાલ જાણ્યા હતા.

Swachhta Hi Seva Program
Swachhta Hi Seva Program

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કટિબદ્ધ છે. જેને કારણે આજે લોકો સ્વચ્છતાને લઇ જાગૃત અને પ્રયત્નશીલ બન્યા છે. 2, ઑક્ટોબર, 2023 ગાંધીજીની જન્મ જયંતિ ઉજવવા આજે સમગ્ર દેશમાં મહાશ્રમદાનના કાર્યક્રમનું આયોજન છે. જિલ્લામાં પણ આજે 01 લી ઓક્ટોબરના રોજ ‘એક તારીખ, એક કલાક’ના સુત્ર સાથે જિલ્લાના 144 જેટલા શહેરી અને 554 જેટલા ગ્રામિણ વિસ્તારોમાં મહાશ્રમદાન કાર્યક્રમો અંતર્ગત સફાઈકામ અને તેને લગતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજિત 9 થી 10 લાખ લોકો સહભાગી બનશે. "સ્વચ્છતા હી સેવા" અંતર્ગત કાર્યક્રમો દ્વારા જિલ્લાનાં નાગરીકોમાં સ્વચ્છતાનાં મહત્વને લઈ જાગૃતિ આવશે. - કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ

મોટી સંખ્યામાં લોકો જોડાયા : મહાશ્રમદાનના આ કાર્યક્રમોમાં મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા, નડિયાદ પ્રાંત અધિકારી ભોરણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. એમ. રાણા, નડિયાદ અને મહુધાનાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અને વન વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો, આંગડવાડીની બહેનો તથા ગ્રામ આગેવાનો સહિત અન્ય મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Swachhta Hi Seva Program
Swachhta Hi Seva Program
  1. Bilva Patra Festival: સિદસરમાં ઉમિયાધામ ખાતે બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવ્યા આશીર્વાદ
  2. Swachhata hi Seva: વંદે ભારત ટ્રેનમાં વર્લ્ડ ક્લાસ સફાઈ, 14 મિનિટમાં સફાઈ કરી બનાવ્યો રેકોર્ડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.