ETV Bharat / state

પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ યાત્રાધામ ડાકોરની મુલાકાત લઈ પ્રવાસન પ્રોજેક્ટની સમીક્ષા કરી - ડાકોરમાં જવાહર ચાવડા

ખેડા જિલ્‍લાના પ્રસિધ્‍ધ યાત્રાધામ ડાકોરનો સરકાર દ્વારા પ્રવાસનધામ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસના કામમાં વિવિધ પ્રવાસન પ્રોજેક્ટો હાલ ડાકોર મુકામે ચાલી રહ્યાં છે. જેને લઈ ગુરુવારે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ ડાકોરની મુલાકાત લીધી હતી.

ETV BHARAT
પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ યાત્રાધામ ડાકોરની મુલાકાત લઈ પ્રવાસન પ્રોજેક્ટની સમીક્ષા કરી
author img

By

Published : Jul 10, 2020, 12:29 AM IST

ખેડાઃ જિલ્‍લાના પ્રસિધ્‍ધ યાત્રાધામ ડાકોરનો સરકાર દ્વારા પ્રવાસનધામ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસના કામમાં વિવિધ પ્રવાસન પ્રોજેક્ટો હાલ ડાકોર મુકામે ચાલી રહ્યાં છે. જેને લઈ ગુરુવારે પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ ડાકોરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત પ્રવાસન પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજી હતી.

પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ યાત્રાધામ ડાકોરની મુલાકાત લઈ પ્રવાસન પ્રોજેક્ટની સમીક્ષા કરી

ડાકોર સર્કિટ હાઉસમાં પ્રવાસન અને મત્‍સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડાની અધ્યક્ષતામાં પ્રવાસન પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રધાન જવાહર ચાવડાએ ડાકોરમાં ચાલી રહેલા પ્રોજેક્ટની તલસ્‍પર્શી વિગતો મેળવી, તેમાં જરૂરી સૂચનો ગ્રામજનો પાસેથી માંગ્યા હતા. આ ઉપરાંત ડાકોરના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સાંભળી પ્રોજેક્ટ નાગરિકોને વધુ ઉપયોગી કેમ થાય તે અંગેની ચર્ચા પણ અધિકારીઓ સાથે કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, પ્રાંત અધિકારી તેમજ જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓ, ડાકોર શહેરના પ્રમુખ તથા નગરપાલિકાના સદસ્‍યો અને ડાકોરના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ETV BHARAT
જવાહર ચાવડા ડાકોરની મુલાકાતે

આ અંગે જવાહર ચાવડાએ જણાવ્‍યું હતું કે, ડાકોરમાં પ્રવાસન વિભાગ દ્વારા 3 ફેઇઝમાં કામ કરવામાં આવ્યું છે. પ્રથમ ફેઇઝમાં રૂપિયા 20 કરોડના ખર્ચે તેમજ બીજા તબકકામાં રૂપિયા 12 કરોડના ખર્ચે પૂર્ણ થયેલી કામગીરીની સમીક્ષા કરી છે, જયારે ત્રીજા તબકકાની કામગીરી માટે ડાકોર નગરવાસીઓની જરૂરીયાતો અને તેના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી છે.

પ્રધાને ડાકોર ગોમતી તળાવની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ગોમતી તળાવના બ્‍યુટીફિકેશન માટેની જરૂરીયાતો પદાધિકારીઓ, નાગરિકો તેમજ પ્રવાસીઓ પાસેથી મેળવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ બેઠક બાદ ​પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ પરિવાર સાથે ડાકોરના રાજા રણછોડના દર્શન કર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.