- જીલ્લામાં આજે વધુ 129 કેસ નોંધાયા
- જીલ્લામાં ચિંતાજનક રીતે સતત વધી રહેલું કોરોના સંક્રમણ
- જીલ્લામાં હાલ કુલ 617 દર્દીઓ દાખલ
ખેડા જિલ્લામાં શનિવારે સૌથી વધુ નડીઆદમાં 72 સહિત માતર-16, ખેડા-13,મહુધા-8, મહેમદાવાદ7,વસો-7,કપડવંજ-3,ગળતેશ્વર-1,કઠલાલ-1 અને ઠાસરા-1 મળી કુલ 129 કેસો નોધાયા છે.
વધતા દર્દીઓને લઈ વધારાઈ રહી છે વ્યવસ્થા
જીલ્લામાં પ્રતિદિન દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.જેને લઈ તંત્ર દ્વારા દર્દીઓને સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી વ્યવસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,804 પોઝિટિવ કેસ નોંધાયા
સૌથી વધુ નડીયાદમાં નોંધાઈ રહ્યા છે કેસો
જીલ્લામાં નડીયાદ શહેર અને તાલુકામાં રોજ સૌથી વધારે સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે.જેને લઈ નડીયાદ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ તેમજ તાલુકાના વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.
જીલ્લામાં હાલ કુલ 617 દર્દીઓ દાખલ
જીલ્લામાં અત્યાર સુધી કુલ 5164 દર્દીઓ નોંધાયા છે.જેમાંથી 4525 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.જ્યારે હાલ કુલ 617 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે.