ETV Bharat / state

ખેડામાં સામુહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ બપોર બાદ ગાયબ - કપડવંજ સમાચાર

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના આતરસુંબા સામુહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જ્યાં આરોગ્ય કેન્દ્રનો ડૉક્ટર સહિતનો સ્ટાફ બપોર બાદ ગેરહાજર રહેતો હોવાથી ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કોરોનાના કપરા કાળમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર સ્ટાફ નર્સના ભરોસે ચાલી રહ્યું છે.

આંતરસુબા સામુહિક આરોગ્ય કેન્દ્ર
આંતરસુબા સામુહિક આરોગ્ય કેન્દ્ર
author img

By

Published : Apr 25, 2021, 8:35 PM IST

  • સામુહિક આરોગ્ય કેન્દ્રનો ડૉક્ટર સહિતનો સ્ટાફ ગેરહાજર
  • આરોગ્ય કેન્દ્ર પર માત્ર સ્ટાફ નર્સ હાજર રહે છે : ગ્રામજન
  • કોરોના કાળમાં ગંભીર બેદરકારીથી ગ્રામજનોમાં રોષ

ખેડા : જિલ્લાના કપડવંજ તાલુકામાં આંતરસુબા સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. જે ગામ સહિત આજુબાજુના ગામડાઓના આરોગ્ય સુવિધાઓ માટેનો એકમાત્ર આધાર છે, ત્યારે આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બપોર બાદ ડૉક્ટર સહિતનો સ્ટાફ ગેરહાજર રહેતો હોવાનું જોવા મળી રહ્યું છે.

ખેડામાં સામુહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ બપોર બાદ ગાયબ

આ પણ વાંચો - ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બની કામગીરી બજાવતું આરોગ્ય વિભાગ

સામુહિક આરોગ્ય કેન્દ્રનો ડૉક્ટર સહિતનો સ્ટાફ ગેરહાજર

આંતરસુંબા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉક્ટર સહિત ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન સહિતનો સ્ટાફ બપોર બાદ ગેરહાજર રહે છે. જે બાદ આરોગ્ય કેન્દ્રની કામગીરી એકમાત્ર સ્ટાફ નર્સના ભરોસે ચાલે છે. આરોગ્ય કેન્દ્ર પર એકમાત્ર સ્ટાફ નર્સ હાજર રહેતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ અંગે સ્ટાફ નર્સ નિકીતાએ જણાવ્યું હતું કે ડૉ. સંગીતાએ 2 કલાકે નીકળી ગયા હતા.

આંતરસુબા સામુહિક આરોગ્ય કેન્દ્ર
આરોગ્ય કેન્દ્ર પર માત્ર સ્ટાફ નર્સ હાજર રહે છે : ગ્રામજન

આ પણ વાંચો - ખેડામાં સંક્રમણમાં સતત વધારો, શુક્રવારે નવા 129 કેસ નોંધાયા

વિસ્તારમાં વધી રહ્યું છે, કોરોના સંક્રમણ

મહત્વનું છે કે, હાલ સમગ્ર ખેડા જિલ્લા સાથે કપડવંજ શહેર અને તાલુકામાં કોરોના સંક્રમણ વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય કર્મીઓની આવી ગંભીર બેદરકારીને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. કોરોના કાળમાં જ્યાં એક તરફ આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાના કિસ્સા સામે આવી રહ્યા છે. તેનાથી તદ્દન વિપરીત આ દ્રશ્ય અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાની હાલત વિશે ઘણું કહી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.