- નડિયાદમાં કોમ્પ્લેક્સનો સ્લેબ ઘરાશાયી
- સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી
- કોમ્પ્લેક્સ ઉતારી લેવામાં આવે તેવી વેપારીઓની માંગ
નડિયાદ : શહેરમાં શનિવારે સવારે ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો હતો. શહેરના જવાહર માર્કેટમાં આવેલ કોમ્પ્લેક્સના એક ભાગનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જોકે, વહેલી સવારે સ્લેબ પડતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
કોમ્પ્લેક્સ ઉતારી લેવામાં આવે તેવી વેપારીઓની માંગ
શહેરમાં થયેલા કમોસમી વરસાદને કારણે જર્જરિત કોમ્પલેક્સનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેને લઈ નડિયાદ નગરપાલિકા દ્વારા આ કોમ્પલેક્સ ઉતારી લેવામાં આવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે, શહેરમાં અગાઉ પણ એપાર્ટમેન્ટ ધરાશાયી થવા સહિતની જીવલેણ ઘટનાઓ બની ચૂકી છે.ત્યારે નગરપાલિકા દ્વારા સત્વરે શહેરની ભયજનક જર્જરિત ઇમારતો ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.