ખેડા: અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના 2500 મોત નોંધાયાં છે. અમેરિકામાં કેસની સંખ્યા વધીને 11.31 લાખથી વધુ થઈ છે.જ્યારે 65 હજારથી વધારે મૃતકો નોંધાયા છે.અમેરિકામાં બેરોજગારોની સંખ્યા સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૩ કરોડ નાગરિકોએ ટ્રમ્પ સરકાર પાસે બેરોજગારી ભથ્થાંની માગણી કરી હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. આવા કપરા કાળમાં ગુજરાતી વ્યવસાયિકો અમેરિકન પ્રસાશન સાથે સંકલિત થઈ કોરોનાના વોરિયર્સની ભૂમિકામાં પ્રશંસનીય સેવાઓ જનસમૂહ સુધી પહોંચાડી રહ્યા છે.
અમેરિકામાં ગુજરાતીઓ દ્વારા અવિરતપણે વહાવવામાં આવી રહી છે સેવાની સરવાણી કોરોનાને અંકુશમાં રાખવા જારી કરાયેલા લૉક ડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓે બંધ થઇ જવાના કારણે વિશ્વમાં અંસગઠિત ક્ષેત્રના ૧.૬ અબજ કામદારોની રોજગારી છીનવાઇ જવાનો ખતરો ઉભો થયો છે.લૉક ડાઉનના પ્રથમ મહિનામાં અમેરિકામાં આવા કામદારોની આવકમાં 80 ટકાથી વધુનો ઘટાડો થયો છે. કોરોનાને પગલે બીજા કવાર્ટરમાં અમેરિકામાં કામના કલાકોમાં ૧૨.૪ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.કામના કલાકો ઘટી જવાને કારણે અને બેરોજગારી વધતાં સામાન્ય નોકરિયાતનું દૈનિક જીવન વધુ મુશ્કેલભર્યું થઈ રહ્યું છે.
અમેરિકામાં ગુજરાતીઓ દ્વારા અવિરતપણે વહાવવામાં આવી રહી છે સેવાની સરવાણી કોરોનાએ સમગ્ર અમેરિકામાં વિકરાળ મોતનું તાંડવ રચ્યું છે.જનસમૂહની તબાહીની કપરી પરિસ્થિતિમાં નોર્થ અમેરિકા સ્થિત યોગી પટેલનું લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ અને ભરત પટેલનું જય ભારત ફૂડ દ્વારા સંકલન કરી ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ભૂખ્યાજનોની સેવામાં ભોજન યજ્ઞ શરૂ કર્યો છે. છેલ્લા દોઢ માસમાં 85 હજાર જેટલા ફૂડ પેકેટનું વિતરણ આ સેવાભાવી સંસ્થાઓએ કર્યું છે. હાલ આ શુક્રવારે સ્કૂલ કોલેજમાં અને અન્ય જાહેર સ્થળે 40 હજારથી વધુ ફેમિલી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યાં છે. જેમાં છોલે ચણા, રાઈસ,રાજમા, અને રોટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એક ફૂડ પેકેટમાં એક ફેમિલીના 4 વ્યક્તિ જમી શકે તેટલું અન્ન ભરવામાં આવ્યું હતું. લેબોન હોસ્પિટાલિટી ગુપના પ્રમુખ યજ્ઞેશ પટેલના જણાવ્યા અનુસાર કોરોના કાળ દરમ્યાન અત્યાર સુધીમાં તેઓે અને તેમના સહયોગી મિત્રો થકી 3 લાખ ડોલરથી વધુના ખર્ચે જરૂરિયાતમંદ નાગરિકોને ભોજન પહોચાડ્યું છે. વળી સઘળું ફૂડ જય ભારત ફૂડના કિચનમાં જ તૈયાર કરી હાઇજેનિક પેકીંગ કરી અમેરિકન પ્રસાશનને સોંપવામાં આવે છે.
અમેરિકામાં વસતાં ગુજરાતીઓ સહિત ત્યાંના અમેરિકન નાગરિકો પણ ગરવા ગુજરાતીઓની અન્નદાન મહાદાનની ઉમદા ભાવનાને આવકારી રહ્યાં છે. સેરિટોસ કોલેજ ગ્રુપ ઓફ UCLA કોલેજના ફાઉન્ડર કોરેલ દ્વારા લેબોન હોસ્પિટાલિટી, જય ભારત ફૂડ અને ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના કાર્યોની ખૂબ સરાહના કરી છે.