- ખેડાના મહિજ ગામમાં નૈસર્ગિક વાતાવરણમાં ઉભું કરાયુ કોવિડ સેન્ટર
- સરકારના સહયોગથી કોવિડ સેન્ટરનું પરિણામ 100 ટકા
- દર્દીઓની માનસિક પરિસ્થિતીનું પણ રાખવામાં આવે છે ધ્યાન
ખેડા : કોરોના મહામારીની બીજી વેવમાં હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાટલાઓ ખુટી પડ્યા એવી પરિસ્થિતી આવી છે એવામાં ગામડાના લોકો સારવાર માટે ક્યા જાય તે મોટો પ્રશ્ન ઉભો થયો હતો. હાલમાં દરેક ગામ પોતાની રીતે ગામમાંને ગામમા શાળાઓમાં અથવા આરોગ્ય કેન્દ્રમાં કોરોના સેન્ટર ઉભા કરી રહ્યા છે તો આ વચ્ચે ખેડાના મહિજ ગામના યુવાનોએ પાર્ટી પ્લોટમાં કોરોના સેન્ટર શરૂ કર્યું છે.
100 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ
આ સેન્ટરમાં 100 બેડ છે અને હાલ 40 દર્દીઓ ત્યાં આઇસોલેટેડ છે.15 થી 20 યુવાન સ્વયં સેવકો દ્વારા આ સેવાકીય કાર્ય થઇ રહ્યુ છે. આ કોરોના સેન્ટર 27 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે.જેના ઘણા સારા પરિણામો મળી રહ્યા છે.આ સેન્ટર પ્રદુષણમુક્ત કુદરતી વાતાવરણમાં અને આજુબાજુમાં લિમડાના ઝાડ આવેલા હોવાથી શુદ્ધ હવાનો ભરપુર લાભ દર્દીઓને મળી રહ્યો છે એકદમ કુદરતી સૌંદર્યથી ભરપુર છે. સ્વયં સેવકો દિન-રાત દર્દીની પડખે ઉભા રહી પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
![ss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-sarvar-photo-story-gj10050_13052021200728_1305f_1620916648_719.jpeg)
ઘર કરતા વધારે ખ્યાલ રાખે છે : દર્દીઓ
કોરોના દર્દીઓ જણાવે છે કે ઘર કરતા પણ વધારે અમારો ખ્યાલ અહીંના લોકો રાખે છે. ડોક્ટર અમારી નિયમિત તપાસ કરી રહ્યા છે. આ કુદરતી સૌદર્યની વચ્ચે અમારી સારવાર થઇ રહી છે. અમને સૌ દર્દીને કુલર, પંખાની સુવિધાઓ મળી રહી છે. બીજી બાજુ કે અમને લોકોને રોજ સવારે યોગ કરાવે છે, તાજા ફળો આપે છે, અલગ-અલગ જ્યુસ પણ એકદમ નિશુલ્ક આપવામાં આવે છે તે ઉપરાંત મગપાણી, ઉકાળા, હળદરવાળુ દુધ, લીંબુપાણી પણ આપવામાં આવે છે. દર્દીઓના મનોરંજન માટે અહીંયા સંગીત સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે.
આ પણ વાંચો : નખત્રાણામાં કન્યા છાત્રાલય મધ્યે કુલ 154 બેડવાળુ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
પ્રાથમિક સારવાર પણ ઉપલબ્ધ
ડોક્ટરો અમારા પ્રત્યે હંમેશા સતર્ક રહે છે વારંવાર વિઝીટે આવે છે જરૂરીયાત પ્રમાણે દવા આપે છે. તેમજ કોરોના પોઝિટીવ આવેલા દર્દીઓ જે ડિપ્રેશનનો શિકાર બન્યા હોય છે તેમને ડોક્ટર્સ દ્રારા મજબુત મનોબળ રાખવા સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. કથાઓ સંભળાવે છે, અન્ય સારી પ્રેરણા પુરી પાડે છે અને તેમના ખુબ જ સારા પરિણામો પણ સામે આવી રહ્યા છે જે લોકોને આઈસોલેશનની સુવિધા ન હોય એવા કોરોનાના તાવ, શરદી,ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને અહી પ્રાથમિક સારવાર આપવામાં આવે છે.જેથી સંક્રમણ થતું અટકાવી શકાય. ગામમાં કોરોના સંક્રમણ વધે નહી તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
![ss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-01-sarvar-photo-story-gj10050_13052021200728_1305f_1620916648_449.jpeg)
સરકારી સહયોગ અને માર્ગદર્શન
આ સેવાના કાર્યમાં સરકારની ટીમ પણ લાગેલી છે સરકાર દ્રારા પણ પુરો અને પુરતો સહયોગ આપવામાં આવે છે. સરકારના સહયોગથી 100 ટકા રિઝલ્ટ પણ મળ્યુ છે. આજુબાજુના ગામના લોકોનો સંપર્ક કરી ઓક્સિજન લેવલ માપવામાં આવે છે. જે લોકોને ગભરામણથી ઓક્સિજન લેવલ નીચુ જાય છે તેમને સારૂ માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. આ કોરોના સેન્ટરની જિલ્લા કલેક્ટરે પણ મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.