- શહેરમાં રાત્રિ કરફ્યૂનું ચુસ્ત પાલન કરાવાઈ રહ્યું છે
- પોલીસ દ્વારા સઘન ચેકિંગ
- શહેરમાં સતત વધી રહેલા કેસો
ખેડાઃ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિ કરફ્યૂનો આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નડિયાદ શહેરમાં પણ રાત્રિ કરફ્યૂનો અમલ કરાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ જામનગરમાં રાત્રી કરફ્યૂનું ચુસ્તપણે પાલન
શહેરમાં રાત્રિ કરફ્યૂનું ચુસ્ત પાલન કરાવાઈ રહ્યું છે
પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત નિયમ પાલન કરાવવામાં આવી રહ્યું છે. નડિયાદમાં પ્રવેશ કરતા લોકોને અટકાવવા સાથે પ્રાથમિક પૂછપરછ કરી કામ વગર ફરતા લોકોને રોકીને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે જ શહેરના સ્ટેશન રોડ, વાણિયાવાડ, પીપલગ ચોકડી સહિતના વિસ્તારોમાં પોલિસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ પાટણમાં પ્રથમ દિવસે કરફ્યૂનો અમલ
શહેરમાં કરફ્યૂને મિશ્ર પ્રતિસાદ
નડિયાદમાં રાત્રિ કરફ્યૂને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા કરફ્યૂ જરૂરી હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે, તો શહેર બહાર ધંધો-નોકરી કરવા જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.
શહેરમાં સતત વધી રહેલા કેસો
જો કે, નડિયાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. શુક્રવારે નડિયાદમાં 29 કેસ સહિત જિલ્લામાં 33 નવા કેસો નોધાયા છે.