ખેડાઃ જિલ્લામાં બહારથી આવેલા લોકોની જાણકારી નાગરિકોએ કંટ્રોલ રૂમમાં ટેલિફોન નં.100 પર જાણ કરવાની રહેશે, તેમ જિલ્લા કલેક્ટર પટેલે જણાવ્યું હતું. વધુમા જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સજાગપણે કામ કરી રહ્યું છે. પરંતુ આપણા ખેડા જિલ્લાના સરહદના જિલ્લાઓમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી છે. ત્યારે નાગરિકોએ પણ તેમનો નાગરિક ધર્મ અપનાવી અન્ય જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં આવેલા વ્યક્તિઓની જાણ તાત્કાલિક કરશે તો તરત જ તેની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં આ સૂચના અન્વયે 26થી વધુ વ્યક્તિઓને જિલ્લાના સરકારી હોમ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજા લોકોને પણ શિફ્ટ કરવાની કામગીરી ચાલુ છે. જિલ્લાના નાગરિકો આ બાબતની જાણ કરશે નહીં તો તેમની પોતાની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે.