વડતાલ મંદિરમાં ગુરૂવારની સાંજે 5 વાગ્યે શ્રી હરિને પારણે પધરાવી આરતી ઉતારી દર્શન ખૂલ્લા મૂકવામાં આવ્યા હતા. અષાઢ વદ-2 ગુરુવાર તારીખ 18 જુલાઇથી આ હિંડોળા પર્વ શ્રાવણ વદ-1 તારીખ 17 ઓગષ્ટ સુધી ચાલશે.
ઠાકોરજીને પારણે ઝુલાવવાનું 30 દિવસીય પર્વ એટલે હિંડોળા ઉત્સવ.હિંડોળા ઉત્સવએ સ્વામિનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયનું માનીતો પર્વ છે. હિંડોળા પર્વમાં ભક્તો ઠાકોરજીને ભાવથી ઝુલાવે છે, તો લાડ પણ લડાવે છે. મંદિરોમાં કલાત્મક હિંડોળાની રચના કરવામાં આવે છે. હિંડોળાને પુષ્પોથી શણગારવામાં આવે છે.