- સગીરા સાથે દુષ્કર્મનો મામલો
- નડિયાદ સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
- ભોગ બનનારને રૂ.2 લાખ વળતર ચૂકવવાનો હુકમ
ખેડા : ગળતેશ્વર તાલુકાના એક ગામમાં ગત વર્ષે ઓગષ્ટ માસમાં આરોપી સગીરાને મકાનના ધાબા ઉપર લઈ ગયો હતો. જ્યાં બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ વાત કોઈને કહીશ તો તને અને તારા મા-બાપને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપી હતી. જે અંગે સેવાલિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસ દ્વારા આરોપીને ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. જે કેસ નડિયાદ ખાતે સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દ્વારા કોર્ટમાં રજુ કરેલા 16 દસ્તાવેજી પુરાવા તેમજ 20 મૌખિક પુરાવાને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપી રાહુલકુમાર ઉર્ફે મોન્ટુ બાબુભાઈ ગાંધીને 20 વર્ષની સખત કેદની સજા અને 10,000 રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેસમાં કોર્ટ દ્વારા આરોપીને રૂ.10 હજારનો દંડનો હુકમ કરાયો છે. તેમજ દંડ ન ભરે તો વધુ 4 માસની કેદની સજા સંભળાવવામાં આવી છે. ભોગ બનનારને દંડની રકમ ચૂકવવા ઉપરાંત રૂપિયા 2 લાખ વળતર ચૂકવવાનો પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.