ETV Bharat / state

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ કોર્ટ - નડિયાદ સેશન્સ કોર્ટે

ખેડાઃ વસો તાલુકાના રામપુરા ગામે જૂન 2016 માં થયેલી હત્યાના મામલામાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. 10 વર્ષની  દિકરી સાથે ગેરવર્તણૂક કરતા આ બાબતે સમગ્ર જાણ તેની માતાને થતા ઝઘડો થયો હતો. આ દરમિયાન વચ્ચે આવેલા વ્યક્તિને આરોપીએ માથામાં ધારીયું મારી હત્યા કરી નાખી હતી.

ખેડાઃ
ખેડાઃ
author img

By

Published : Dec 8, 2019, 12:48 AM IST

જૂન 2016માં રામપુર ખાતે કરિયાણાનો વ્યવસાય કરતા ચિરાગભાઈ વાઘરીએ 10 વર્ષની દિકરી જ્યારે તેલ લેવા આવી હતી, ત્યારે શારિરીક અડપલા કરી હેરાન કરી હતી. દિકરી સાથે ગેરવર્તણૂક કરતા, તેણે તેની માતાને સમગ્ર બાબત કહી ફરિયાદ કરતાં દિકરીની માતાએ ચીરાગભાઇ સાથે ઝઘડો કર્યો હતો.

જે દરમિયાન ગામના ભલાભાઇ ગોકળભાઈ વાઘરીએ વચ્ચે પડી ચિરાગને ઠપકો આપતાં ચિરાગે ભલાભાઇના માથામાં ધારીયું મારી તેમની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ ચિરાગ ઘરમાં છૂપાઈ ગયો હતો, જે દરમિયાન આસપાસના પાડોશીએ તેને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતાં તેણે અન્ય બે પડોશી પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ કોર્ટ

આ સમગ્ર ઘટના બાબતે વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે ચિરાગની ધરપકડ કરી તેના વિરોધમાં નડિયાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજરોજ કેસની સુનાવણી કરતા સેશન્સ જજ એમ. ડી. પારડીવાલાએ આરોપી ચિરાગને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

Intro:ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુરા ગામે જૂન 2016 માં થયેલ હત્યાના મામલામાં નડિયાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો છે. Body:બનાવની વિગત એવી છે કે જૂન ૨૦૧૬ માં રામપુર ખાતે કરિયાણાનો વ્યવસાય કરતા ચિરાગભાઈ પ્રકાશભાઈ વાઘરીએ 10 વર્ષની નાની દીકરી જ્યારે તેલ લેવા ગઈ હતી તેને ચૂંટણી ખણી હેરાન કરી હતી. દીકરી ને ચૂંટણી ખણતા તેણે તેની માતાને સમગ્ર બાબતે ફરિયાદ કરતાં દીકરીની માતાએ ચીરાગભાઇ સાથે ઝઘડો કર્યો હતો. જે દરમિયાન ગામના ભલાભાઇ ગોકળભાઈ વાઘરીએ વચ્ચે પડી ચિરાગ ને ઠપકો આપતાં ચિરાગે ભલાભાઇના માથામાં ધારીયું મારી તેમની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ ચિરાગ ઘરમાં છૂપાઈ ગયો હતો જે દરમિયાન આસપાસના પાડોશીએ તેને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતાં તેણે અન્ય બે પડોશી ઉપર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બાબતે વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.જે મામલે ચિરાગની ધરપકડ કરી તેના વિરોધમાં નડિયાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આજરોજ કેસની સુનાવણી કરતા સેશન્સ જજ એમ. ડી. પારડીવાલાએ આરોપી ચિરાગને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.