- અમદાવાદ કૃષ્ણનગર પોલીસ આરોપીઓને લઈ કેનાલ પર પહોંચી
- નડીયાદ ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કઢાયો
- યુવકની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંક્યો હતો
ખેડાઃ પ્રેમ પ્રકરણના મામલામાં શહેરના કૃષ્ણનગરમાં સગીરાના પરિવારજનો દ્વારા યુવકનું અપહરણ કરી તેની હત્યા કરવામાં આવી હતી. જે યુવાનનો મૃતદેહ ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના લાલપુર ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. જેને અનુસંધાને કૃષ્ણનગર પોલીસની ટીમ તમામ આરોપીઓને લઈ ઠાસરા તાલુકાના લાલપુર ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પર પહોંચી હતી.
અમદાવાદ કૃષ્ણનગર પોલીસ આરોપીઓને લઈ કેનાલ પર પહોંચી
ગત 11 તારીખના રોજ જીજ્ઞેશસિંહ નામના યુવકનું અપહરણ કરવામાં આવી હોવાની કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં યુવાનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતાં કૃષ્ણનગર પોલીસ આરોપીઓને લઈ કેનાલ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
યુવકની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંક્યો હતો
નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ મળતા તેને બહાર કઢાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. જેમાં પોલીસ દ્વારા ગુનો નોંધી 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં.