ખેડા જિલ્લાના પ્રોહીબીશનના અનેક ગુનાઓમાં નાસતો ફરતો નામચીન આરોપી અશોક પ્રજાપતિ(મારવાડી) રાજસ્થાનના ગીરવર ગામે રહેતો હોવાની ખેડા એલસીબીને બાતમી મળી હતી. જેને આધારે ખેડા એલસીબીની ટીમ તપાસ માટે રાજસ્થાન પહોંચી હતી. જ્યાં શિરોહી જીલ્લાના ગીરવર ગામે રેઇડ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે અશોક રૂપાજી મારવાડી તેના બનેવી દિલીપ મારવાડી સાથે મળી મોટાપાયે વિદેશી દારૂનો ધંધો ચલાવે છે અને પંજાબ,હરિયાણા તેમજ રાજસ્થાનથી ટ્રકોમાં દારૂ મંગાવી અલગ અલગ જગ્યાઓએ મોકલે છે. અશોક મારવાડી ખેડા ઉપરાંત રાજ્યના અનેક જીલ્લાઓમાં વિદેશી દારૂના ગુનાઓમાં નાસતો ફરતો રહ્યો છે.