ETV Bharat / state

ખેડામાં કલેક્ટરની સૂચના અંતર્ગત પેન્શનરોને ઘરે બેઠા પેન્શન અપાશે - કોરોના વાઇરસ ગુુુુુુુુુજરાતમાં

સમગ્ર ખેડા જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે વયોવૃદ્ધ પેન્શનરોને ઘરે બેઠા પેન્શન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલની સૂચના અન્વયે નડિયાદના પ્રાંત અધિકારી લલિતકુમાર પટેલ દ્વારા બે સભ્યોની ટીમ બનાવી વયોવૃદ્ધ પેન્શનરોને ઘરે બેઠા પેન્શન પહોંચડાવમાં આવે છે.

etv Bharat
ખેડા: પેન્શનરોને ઘરે બેઠા પેન્શન પહોંચાડવામાં આવ્યું
author img

By

Published : Apr 9, 2020, 7:40 PM IST

ખેડા: 14 એપ્રિલ સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાન કોઇ પેન્શનર પોતાના પેન્શનની રકમ બેંકમાંથી ઉપાડવા માંગતા હશે તો તેની માટે જિલ્લા કલેક્ટર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે પેન્શનરે તેમના પુરા નામ સરનામા અને મોબાઈલ નંબર સાથે પેન્શન કઈ બેંકના કયા ખાતામાંથી કેટલી રકમ ઉપાડવા માંગો છો તે વિગતો નીચે જણાવેલા મોબાઈલ નંબર પર વોટ્સએપથી મોકલવાની રહેશે. તો પેન્શનરને પેમેન્ટ ઘરે બેઠા પહોંચાડવામાં આવશે.

etv  Bharat
ખેડા: પેન્શનરોને ઘરે બેઠા પેન્શન પહોંચાડવામાં આવ્યું

પેન્શનરે રકમ મળે એટલે તરત તેટલી રકમનો ચેક કલેક્ટર કચેરીના પ્રતિનિધિને તેજ સમયે આપવાનો રહેશે. આ માટે પ્રતિનિધિ તરીકે જિલ્લા કલેક્ટર કચેરી તરફથી ઉમેશ કુમાર પટેલ મોબાઈલ નંબર 987952 7529 અને પિનેશકુમાર પટેલ મોબાઇલ નંબર 9427182097 પર તેમની વિગતો મોકલી આપવાની રહેશે. આ નંબર ઉપર પેન્શનરોએ ફક્ત વોટ્સએપ મેસેજથી વિગતો મોકલવાની રહેશે.

નડિયાદ શહેરમાં 8 એપ્રિલથી શરૂ કરેલી આ સેવા માટે 29 મેસેજ આવ્યા હતા અને રૂપિયા ૩ લાખ જેટલી રકમ પેન્શનરોને ઘરે બેઠા પહોંચાડીને પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા માનવતાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.