ETV Bharat / state

Kheda Crime : ખેડાના નડીયાદમાં પોલીસકર્મી અને બુટલેગરની સાંઠગાંઠનો કિસ્સો, ગુનામાં કબજે કરેલા દારૂની ચોરી કરી - બુટલેગરની ધરપકડ

ખેડા જિલ્લાના નડીયાદમાં પોલીસકર્મી અને બુટલેગરની સાંઠગાંઠનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં બુટલેગર સાથે મળી પોલીસ હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાંથી ગુનામાં કબજે કરેલા દારૂની ચોરી કરી હતી. પોલીસે બુટલેગરની ધરપકડ કરતા પૂછપરછ દરમ્યાન હેડકોન્સ્ટેબલની પોલ ખુ્લ્લી પડી હતી.

Kheda Crime : ખેડાના નડીયાદમાં પોલીસકર્મી અને બુટલેગરની સાંઠગાંઠનો કિસ્સો, ગુનામાં કબજે કરેલા દારૂની ચોરી કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 3:00 PM IST

પોલીસકર્મી અને બુટલેગરની સાંઠગાંઠનો કિસ્સો

ખેડા : પોલીસ સ્ટેશનમાં ગુનામાં કબજે રખાયેલા દારુની ચોરીમાં ખુદ કોન્સ્ટેબલની સાંઠગાઠ બહાર આવી છે. આ મામલે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશને આરોપી હેડ કોન્સ્ટેબલ તેમજ બુટલેગર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે હાલ હેડ કોન્સ્ટેબલ ભૂગર્ભમાં ઉતરી જતાં તપાસ હાથ ધરાઈ રહી છે. નડિયાદ રુરલ પોલીસે ગુનામાં કબજે કરેલ દેશી દારૂના જથ્થાની પોલીસ સ્ટેશનની અંદરથી જ હેડકોન્સ્ટેબલે બુટલેગર સાથે મળી ચોરી કરી હતી.

બુટલેગર કમલેશ રાવજી તળપદા સામે પ્રોહિબિશનનો કેસ થયો હતો.જેનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. જે મુદ્દામાલ બુટલેગર કમલેશ રાવજી તળપદા પોલીસ સ્ટેશનના કર્મચારી સાથે મળી લઈ ગયેલો હતો. જે મામલે નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે...વી.આર.બાજપાઈ (નડીયાદ ડીવાયએસપી)

ગુનામાં કબજે કરાયો હતો દારૂનો જથ્થો : નડિયાદ રૂરલ પોલીસે સલુણ એક્સપ્રેસ હાઈવે પરથી 50 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ દેશી દારૂના બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદાની અટકાયત કરાઈ હતી. જે મામલે ગુનો દાખલ કરાયો હતો.જોકે મુદ્દામાલ રાયટર હેડ પાસે જમા કરાવવાનો હોય પરંતુ જે તે વખતે બીજી બાતમી મળતા પોલીસના માણસો મુદ્દામાલને જમા કરાવ્યો નહોતો. આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં લોકઅપ સામે સુરક્ષિત જગ્યામાં રાખવામાં આવેલ હતો.

બુટલેગર સાથે મળી કરી દારૂની ચોરી : મુદ્દામાલ રાઇટર હેડને જમા કરાવવાનો હોવાથી સર્વિલન્સની અન્ય કામગીરીમાંથી પરત આવતા પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશન ખાતે આવી જોતા મુદ્દામાલની ત્રણ બેગો હાજર નહોતી. તે વિશે પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર એએસઆઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ તેમજ આપણા પોલીસ સ્ટેશનના એલ.આઈ.બી. અ.હેડકોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ સાથે આવેલા અને બે પાંચ મિનિટ પહેલા જ ઉપરોક્ત વર્ણનવાળો મુદ્દામાલ લઈને બહાર નીકળેલા હોવાનું જણાવ્યું હતું. જે બાદ રૂરલ પોલીસના માણસોએ પોલીસ સ્ટેશનના ઝાંપા પાસેથી આ પોલીસ કર્મી યશપાલસિંહ તેમજ ઉપરોક્ત બુટલેગર સાથે ઉભા જોયા હતાં. હેડકોન્સ્ટેબલ યશપાલસિંહને ઉપરોક્ત મુદ્દામાલ બાબતે પૂછતા તેઓ સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને હમણાં આવું છું તેમ કહી જતા રહ્યાં હતાં.

કોન્સ્ટેબલ અને બુટલેગર વિરૂદ્ધ નોંધાયો ગુનો : નડીયાદ રુરલ પોલીસે જામીન ઉપર છૂટેલા બુટલેગર કમલેશ તળપદાને મુદ્દામાલ બહાર કાઢવા બાબતે પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરી હતી. જોકે આ સમયે પણ બુટલેગર દેશી દારૂ પીને આવ્યો હોવાથી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાદ કમલેશે પોલીસને જણાવ્યું કે, દારૂનો મુદ્દામાલ પોલીસ‌ સ્ટેશનમાંથી કાઢવા બાબતે હેડકોન્સ્ટેબલ યશપાલસિંહે મદદ કરી હતી.

હેડકોન્સ્ટેબલ યશપાલસિંહનું કરતૂત : આ બાદ પોલીસ સ્ટેશને લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં હેડકોન્સ્ટેબલ યશપાલસિંહનું કરતૂત દેખાઈ હતી. જેમાં આ પોલીસ કર્મીની સાથે ગુનામાં પકડાયેલો મુદ્દામાલ પણ હોય અને તેની પાછળ બુટલેગર જતો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. હેડકોન્સ્ટેબલ યશપાલસિંહને ફોન કરતા તેનો ફોન બંધ બોલતો હતો. ફરજ પર પણ ગેરહાજર હોઈ છેવટે આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને બુટલેગર કમલેશ રાવજીભાઈ તળપદા અને એલ.આઈ.બી. અ.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રહલાદસિંહ સામે ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે. આમ ખેડા જિલ્લાના નડીયાદમાં પોલીસકર્મી અને બુટલેગરની સાંઠગાંઠનો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં બુટલેગર સાથે મળી પોલીસ હેડ કોન્સ્ટેબલે જ પોલીસ સ્ટેશનમાંથી ગુનામાં કબજે કરેલા દારૂની ચોરી કરી હતી. પોલીસે બુટલેગરની ધરપકડ કરતા પૂછપરછ દરમ્યાન હેડકોન્સ્ટેબલની પોલ ખુ્લ્લી પડી હતી.

  1. Surat Crime : ખાખી વર્દીને દાગ લગાવતો સુરતનો પોલીસ કોન્સ્ટેબલ, બુટલેગર જોડે કર્યો હતો લાખોમાં તોડ
  2. લો બોલો, લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની દારૂ પાર્ટી...
  3. Police Became Bootleggers: ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, પોલીસ બન્યો બુટલેગર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.