- ભાજપ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ ધારણ કર્યો
- કોંગ્રેસમાં અવગણના થતી હોવાથી ભાજપમાં જોડાયા
- ટીમ સાથે ભાજપમાં જોડાયા
ખેડાઃ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પ્રવીણ સિંહ રાઠોડની કોંગ્રેસ પક્ષમાં અવગણના કરવામાં આવતી હોવાને લઈને ગત કેટલાક દિવસથી નારાજગી ચાલી રહી હતી. જેને લઈ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
ટીમ સહિત ભાજપમાં જોડાયા
કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ પ્રવીણ સિંહ આજે ગુરુવારે નડિયાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુન સિંહ ચૌહાણ સહિતના જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમની ટીમ સહિત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
કોંગ્રેસમાં અવગણના થતી હોવાથી ભાજપમાં જોડાયા
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં તેમની કોઈ કદર થઇ નહોતી. જેના કારણે તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી છે. તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના સૈનિક હતા અને કોંગ્રેસ પડ્યા બાદ હવે તેમણે ફરીથી પોતાના ઘરે વાપસી કરી છે. આ પ્રસંગે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણ, મહામંત્રી વિપુલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયના પટેલ, કનુ પટેલ, દિનેશ ઉપાધ્યાય, કાન્તી પટેલ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.