નડિયાદ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના ઓડીટોરીયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.જિલ્લામાં જે દંપતીઓને સંતાનમાં ફકત 2 દિકરીઓ હોય તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જાગાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં આશા ફેસીલીટેટર દ્વારા બેટી બચાવો અન્વયે ગર્ભવતી માતા, જન્મ લેનાર દીકરીના પિતા અને ગર્ભમાં રહેલ દીકરીની માનસિક સ્થિતિ દર્શાવતુ સંવેદનાસભર નાટકની પ્રસ્તૃતિ દ્વારા સમાજને ગર્ભમાં રહેલ દીકરીની મનોવ્યથા દર્શાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં જે દંપતિઓને સંતાનમાં ફકત 2 દિકરીઓ છે, તેવા દંપતીઓને શાલ, બુકે અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા. જિલ્લામાં ૧૮ ગામો એવા છે કે જયાં દિકરા કરતા દિકરીનો જન્મનો રેશીયો વધારે છે તેવા ગામોના સરપંચોને પણ દિકરીઓના જતન માટે સન્માનિત કરાયા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યુ હતુ કે,આદિકાળથી મનુષ્ય દેવીઓની પૂજા અર્ચના કરતો આવ્યો છે. પરંતુ જયારે ઘરમાં દિકરી રૂપી દેવી અવતરે છે, ત્યારે કોણ જાણે કેમ ચિંતાતુર થઇ જાય છે, તે સમજાતુ નથી.આજે સમાજ પહેલા કરતાં પણ ખૂબ જ શિક્ષિત થયો છે, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો છે. પરંતુ દિકરીઓની બાબતમાં તો પહેલા કરતાં પણ રૂઢિચુસ્ત થયો હોય તેમ જણાય છે.
ભારતના બંધારણેમાં સ્ત્રીઓને પુરૂષોની સમોવડી ગણી સમાન હકકો આપવામાં આવ્યા છે. પરંતુ સમાજ કેટલાક હિતસત્રુઓના કારણે સ્ત્રીઓ આ હકકોથી વંચીત રહિ છે, હવે સમય આવી ગયો છે. સમાજ સ્ત્રીઓના હકકોનો સ્વીકાર કરે. દરેક સ્ત્રીએ પોતાની કૂખે દીકરી રત્ન પેદા થાય તો ચિંતા કર્યા વગર તેનો સહર્ષ સ્વિકાર કરવો જોઇએ તેમ જણાવ્યુ હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, દરેક દીકરી ઓછામાં ઓછુ ગ્રેજયુએશન સુધીનું શિક્ષણ મેળવે અને તેની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની થયા બાદ તેના માતા પિતાએ તેના વિવાહનું આયોજન કરવુ જોઇએ, તો સમાજમાં બદીઓ નાબૂદ થશે,તેઓએ જિલ્લામાં સેકસ રેશીયો વધારવા અંગે પણ ગંભીરતા પૂર્વક આયોજન કરવાની ટકોર કરી હતી.
બ્રહ્માકુમારી સ્મીતાબેને સમાજમાં સ્ત્રીનું મહત્વ, તેનું સ્વમાન અને તેની જવાબદારીઓ વિષે સવિસ્તારથી સમજ આપી જીવનમાં આધ્યાત્મિકતાને સ્થાન આપવા જણાવ્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આરોગ્ય શાખાના અધિકારી શેખ તથા મેધા દ્વારા કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી પૂર્ણિમાબેન, આરોગ્ય અધિકારી ર્ડા. દેવ, ર્ડા.ઠાકર, અન્ય તાલુકા આરોગ્ય અધિકારીઓ, મહિલા અને બાળ વિભાગના અધિકારીઓ, આશા બહેનો, સરપંચો, આંગણીવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.