ETV Bharat / state

ખેડા જિલ્લામાં દરેક નાગરીકે માસ્‍ક પહેરવો ફરજિયાત - સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર

નોવેલ કોરોના વાઇરસ કોવિડ-19ને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે.નોવેલ કોરોના વાઇરસની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્‍વરીત હાથ ધરી શકાય તે હેતુસર હાલની પરિસ્થિતિમાં નોવેલ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા ભારત સરકારના જાહેરનામાંથી સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર મુજબ ફરજિયાત માસ્‍ક પહેરવા સૂચના આપી છે.જેને પગલે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર જિલ્લામાં ઘરની બહાર નીકળતી વખતે દરેક નાગરીકે માસ્ક પહેરવો ફરજીયાત કરવામાં આવ્યું છે.

ખેડા જિલ્લામાં દરેક નાગરીકે માસ્‍ક પહેરવો ફરજિયાત

author img

By

Published : Apr 21, 2020, 8:51 PM IST

ખેડા:સમગ્ર ખેડા જિલ્‍લામાં લોક ડાઉનમાં સવારના 7.00 થી 11.00 કલાક સુધી કરીયાણા, મેડીકલ સ્‍ટોર, અનાજ દળવાની ઘંટી, શાકભાજીનું વેચાણ, દુધનું વેચાણ કરવા તથા વિવિધ એકમો શરૂ કરવા મુકિત આપવામાં આવી છે.

આ સમય દરમિયાન લોકોની અવર જવર રહેવાની સંભાવના હોવાથી નોવેલ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણ વધી શકે છે તેથી લોકોની અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્‍થળોએ વાઇરસને ફેલાતો અટકાવવા માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આઇ.કે.પટેલ, આઇ.એ.એસ., જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, ખેડા-નડિયાદએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ, 1973ની કલમ-144, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-34 તથા ધ ગુજરાત એપેડેમિક ડિસિઝ કોવિડ રેગ્‍યુલેશન 2020ની જોગવાઇઓની રૂપેએ જણાવ્યું કે ખેડા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં ઘરની બહાર નીકળતી વખતે દરેક નાગરીકે માસ્‍ક પહેરવો ફરજીયાત રહેશે.

આ જાહેરનામું ખેડા જિલ્‍લા સમગ્ર હદ વિસ્‍તારમાં લાગુ પડશે.આ હુકમની અમલવારી 21 એેપ્રિલ થી 3મે સુધી કરવાની રહેશે. આ સમય દરમિયાન રાજય સરકાર/કેન્‍દ્ર સરકારની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંધન કરનાર સામે નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-51થી 58 તથા ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-193ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે તથા જાહેરનામાનો પ્રથમ વખત ભંગ કરનાર ઇસમ રૂપિયા 500 તથા બીજી વખત ભંગ કરનાર ઇસમને રૂપિયા 1000નો દંડ ભરવો પડશે.

આ હુકમ અન્‍વયે ખેડા જિલ્‍લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી લઇ હેડ કોન્‍સ્‍ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે દંડ વસુલ કરવા સત્તા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.