પાણીના ધસમસતા પ્રવાહથી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. જેથી સતર્કતાના ભાગરૂપે મામલતદાર, પ્રાંત અધિકારી સહિત તાલુકા પ્રશાસન દોડતું થયું છે. લોકસુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ સહિત હોમગાર્ડના જવાનો પુલ પાસે ગોઠવવામાં આવ્યાં છે. તેમજ વાહનવ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આગામી સમયમાં જો નદીમાં વધારે પાણી છોડવામાં આવે, તો તેને લઈ નદી કિનારાના ગામોને સલામત સ્થળે ખસેડવા સહિતની તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત નીચાણવાળા, કાંઠાગાળાના ગામોને સાવચેત રહેવા માટે પહેલાથી જ એલર્ટ કરવામાં આવ્યા છે.