ETV Bharat / state

ખેડામાં અતિવૃષ્ટિને કારણે સોયાબીન પકવતા ખેડૂતો બેહાલ - ખેડા ન્યુઝ

ખેડા: આ વર્ષે થયેલા ભારે કમોસમી વરસાદે સમગ્ર રાજ્યના ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. જગતના તાત પર જગતનો નાથ નારાજ થયો છે. જેને લઇ ધરતીપુત્રો માટે કપરી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ઠાસરા તાલુકામાં સોયાબિનના ઉત્પાદનમાં મોખરે એવા ચંદાસર, લાભપુરા, સહિતનાં ગામોમાં હજારો વીઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.

ખેડામાં અતિવૃષ્ટિને કારણે સોયાબીન પકવતા ખેડૂતો બેહાલ
author img

By

Published : Nov 17, 2019, 4:23 PM IST

દેવાના ડુંગર નીચે દબાયેલ ખેડૂત સરકાર પાસે મદદની માગ લઈ ઉભો છે તો બીજી તરફ માગ ન સંતોષાય તો આંદોલનના માર્ગે ચઢે તેવી વ્યથામાં લડી રહ્યો છે. ચોમાસાની સીઝનની શરૂઆત થતા વરસાદ માટે પ્રાર્થના કરતો ખેડૂત મેઘ મહેર થતા રાજી થયો હતો અને રોપણી વાવણીના કામમાં લાગ્યો હતો. પરંતુ, જગતના નાથના અતિવૃષ્ટિના કહેરે ખેડૂત બેહાલ થયો છે. મહેનતુ ખેડૂતનો રાજીપો ક્ષણિક નીવડ્યો અને ધરતીપુત્ર માટે વરસાદના રૂપે આકાશમાંથી આફત વરસી અતિવૃષ્ટિ થતા મહા મહેનતે તૈયાર થવા આવેલો મહામૂલો પાક નિષ્ફ્ળ થયો અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સોયાબીન પકવતા ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ચંદાસર ,લાભપુરા, અજુપુરા, હરિપુરા, મૂંગટપુરા, પોરડા, દેવનગર સહિતના ગામના ખેડૂતો 5000થી વધુ વીઘામાં 1,50,000થી વધુ મણનું ઉત્પાદન થતું હતું. જેનાથી ખેડૂત ખુશહાલ જીવન જીવી શકતો હતો.

ખેડામાં અતિવૃષ્ટિને કારણે સોયાબીન પકવતા ખેડૂતો બેહાલ

આ વિસ્તારમાં ખેડૂતોના જણાવ્યાં અનુસાર અત્યાર સુધી ૧૦ વીઘામાંથી ૨૫૦ થી ૩૦૦ મણ સોયાબીન પકવતા ખેડૂતોને હાલ ભારે વરસાદને પગલે ૧૦ વીઘામાંથી માત્ર બિયારણ જેટલું એટલે કે ફક્ત ૧૦ મણ ઉત્પાદન મળ્યું છે. જેને લઇ ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે. વળી 10 વીઘે 50,000થી વધુનો ખર્ચો બિયારણ અને દવાઓમાં થતો હોય છે. જેને લઈ ચાલુ ચોમાસુ સીઝનમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જોકે કેટલાક ખેડૂતોએ કુદરત સામે લડવાનો નિર્ધાર કરી નુકસાની વેઠી ખેતર સાફસુફ કરી નવા પાકના વાવેતરની પણ તૈયારી કરી દીધી છે. વિસ્તારના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિથી થયેલા નુકશાન માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

Intro:આ વર્ષે થયેલા ભારે અને કમોસમી વરસાદે સમગ્ર રાજ્યના ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે.જગતના તાત પર જગતનો નાથ નારાજ થયો છે.જેને લઇ ધરતીપુત્રો માટે કપરી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે.ઠાસરા તાલુકામાં સોયાબિનના ઉત્પાદનમાં મોખરે એવા ચંદાસર,લાભપુરા,અજુપુરા,હરિપુરા,મૂંગટપુરા, પોરડા,દેવનગર સહિતના ગામોમાં હજારો વિઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે.દેવાના ડુંગર નીચે દબાયેલ ખેડૂત સરકાર પાસે મદદની માંગ લઈ ઉભો છે તો બીજી તરફ માંગ ન સંતોષાય તો આંદોલનના માર્ગે ચઢે તેવી વ્યથામાં લડી રહ્યો છે.Body:ચોમાસાની સીઝનની શરૂઆત થતા વરસાદ માટે પ્રાર્થના કરતો ખેડૂત મોડે મોડે પણ મેઘ મહેર થતા રાજી થયો હતો અને હોંશે હોંશે રોપણી વાવણીના કામમાં લાગ્યો હતો.પરંતુ જગતના નાથના અતિવૃષ્ટિના કહેરે ખેડૂત બેહાલ થયો છે. મહેનતુ ખેડૂતનો રાજીપો ક્ષણિક નીવડ્યો અને ધરતીપુત્ર માટે વરસાદના રૂપે આકાશમાંથી આફત વરસી.અતિવૃષ્ટિ થતા મહામહેનતે તૈયાર થવા આવેલો મહામૂલો પાક નિષ્ફ્ળ થયો અને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો.
સોયાબીન પકવતા ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના ચંદાસર ,લાભપુરા, અજુપુરા, હરિપુરા, મૂંગટપુરા,પોરડા,દેવનગર સહિતના ગામોના ખેડૂતો 5000 થી વધુ વિઘામાં દોઢ લાખ(1,50,000)થી વધુ મણનું ઉત્પાદન થતું હતું.જેનાથી ખેડૂત ખુશહાલ જીવન જીવી શકતો હતો.
આ વિસ્તારમાં ખેડૂતોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ૧૦ વીંઘામાંથી ૨૫૦ થી ૩૦૦ મણ સોયાબીન પકવતા ખેડૂતોને હાલ ભારે વરસાદને પગલે ૧૦ વીંઘામાંથી માત્ર બિયારણ જેટલું એટલે કે ફક્ત ૧૦ મણ ઉત્પાદન મળ્યું છે.જેને લઇ ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે.વળી 10 વિધે 50,000 થી વધુનો ખર્ચો બિયારણ અને દવાઓમાં થતો હોય છે.જેને લઈ ચાલુ ચોમાસુ સીઝનમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.જોકે કેટલાક ખેડૂતોએ કુદરત સામે લડવાનો નિર્ધાર કરી નુકશાની વેઠી ખેતર સાફસુફ કરી નવા પાકના વાવેતરની પણ તૈયારી કરી દીધી છે.વિસ્તારના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિથી થયેલા નુકશાન માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
બાઈટ-૧ શાંતિભાઈ પટેલ,ખેડૂત (વ્હાઇટ શર્ટ)
બાઈટ-૨ પ્રવીણભાઈ પટેલ,ખેડૂત Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.