ETV Bharat / state

Holi Festival 2023: ડાકોર તરફ ભક્તોની આગેકૂચ, અત્ર તત્ર સર્વત્ર ગુંજ્યો 'જય રણછોડ'નો નાદ - ડાકોર ટેમ્પલ કમિટી

ફાગણી પૂનમના મેળાને લઈને મોટી સંખ્યામાં પદયાત્રીઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર તરફ કૂચ કરી રહ્યા છે. ત્યારે અહીં અત્ર તત્ર સર્વત્ર જય રણછોડનો નાદ સંભળાઈ રહ્યો છે. ડાકોરને જોડતા તમામ માર્ગો ઉપર હાલ ભાવિકોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.

Holi Festival 2023: ડાકોર તરફ ભક્તોની આગેકૂચ, અત્ર તત્ર સર્વત્ર ગુંજ્યો 'જય રણછોડ'નો નાદ

author img

By

Published : Mar 6, 2023, 3:12 PM IST

ડાકોરને જોડતા તમામ માર્ગો ઉપર હાલ ભાવિકોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે

ખેડાઃ ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે. ત્યારે પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી ફાગણી પૂનમના રોજ ડાકોર પહોંચી દર્શન કરે છે, જેને લઈ હાલ ડાકોર જતા તમામ માર્ગો ભાવિકોથી ઊભરાઈ રહ્યા છે. ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બન્યા છે. દિવસ રાત પદયાત્રા કરી ભાવિકો વહેલી સવારે ચાર વાગ્યેથી રાજાધિરાજ રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવશે.

આ પણ વાંચોઃ Dakor Holi 2023 : ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ

માર્ગો પર પદયાત્રીનો સંઘઃ ત્યારે માર્ગો પર સર્વત્ર જય રણછોડનો નાદ ગૂંજી રહ્યો છે. સાથે જ યાત્રિકો ડાકોરના ઠાકોરની ભક્તિમાં લિન્ન બની ભૂખ તરસ ભૂલી નાચતા ગાતા ડાકોર તરફ જઈ રહ્યા છે. ઉપરાંત માર્ગો પર માત્ર પદયાત્રીઓ અને વિવિધ સંઘ જ જોવા મળી રહ્યા છે.

ભક્તોમાં અનેરો ઉત્સાહ
ભક્તોમાં અનેરો ઉત્સાહ

ડાકોરમાં 7 માર્ચે ફાગણી પૂનમે 3:45 વાગે મંદિર ખૂલશેઃ ડાકોર ખાતે 6, 7 અને 8 માર્ચ એમ ત્રિદિવસીય ફાગણી પૂનમનો મેળો યોજાશે, જેને લઈને રાજાધિરાજના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં ડાકોર જઈ રહ્યા છે. જ્યાં પૂનમના રોજ દર્શન કરી પદયાત્રીઓ પરત ફરશે. તો 7 માર્ચે પૂનમ હોવાથી વહેલી સવારે 3:45 વાગે મંદિર ખૂલી 4 વાગે મંગળા આરતી થશે. આ સાથે ભાવિકો માટે દર્શન શરૂ થશે. ભાવિકો માટે દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમ જ સરળતાથી દર્શન થતી શકે તે માટેની પણ વ્યવસ્થા ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવી છે.

પાંચ દિવસનો રંગોત્સવ યોજાય છેઃ ડાકોર રણછોડરાયજી મંદિરે આમલકી અગિયારસથી ધૂળેટી સુધી એમ 5 દિવસ રંગોત્સવ ધામધૂમપૂર્વક ભાવભક્તિથી ઉજવવામાં આવે છે. આમાં ભાવિકો ભગવાન સાથે હોળી રમે છે. સમગ્ર ડાકોર નગરી રણછોડના રંગે રંગાઈ જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઊઠી છે. તો શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય તેમ જ વ્યવસ્થા જળવાય આ માટે ડાકોર ટેમ્પલ કમિટી તેમ જ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Dakor Holi 2023 : હોળીના પર્વને લઈને મંદિર રોશનીથી ઝળહળ્યું, શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર

નથી ચાલી શકાતું પણ રણછોડરાયજીના આશીર્વાદ છે એટલે ચાલીએ છીએ: પદયાત્રીઃ પદયાત્રા માર્ગો પર શ્રદ્ધાનો સાગર જોવા મળી રહ્યો છે. ભગવાન રણછોડરાયજી મનોકામના પૂરી હોવાની માન્યતા હોવાથી તેમના અપાર શ્રદ્ધા હોવાનું પદયાત્રીઓ જણાવી રહ્યા છે. અમદાવાદના મહિલા પદયાત્રીએ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારાથી ચાલી શકાતું નથી, પરંતુ રણછોડરાયજીના અમારા પર આશીર્વાદ હોઈ અમે ચાલીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.