ETV Bharat / state

ડિસ્કવર ઈન્ડિયાઃ યાત્રાધામ ડાકોરમાં દૂધથી બનતા પ્રખ્યાત ગોટા, જુઓ ખાસ અહેવાલ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રવેશ મેળવો એટલે રણછોડરાયજી મંદિરની ચારો તરફ ગોટાની સુગંધ માણવા મળે અને ત્યાં જ તમારૂ મન ગોટાનો સ્વાદ માણવા લલચાય છે. દૂધમાં બનતા ડાકોરના પ્રખ્યાત ગોટાનો સ્વાદ યાદગાર બની જાય છે. જાણીએ ડાકોરના પ્રખ્યાત ગોટા વિશે...

ડિસ્કવર ઈન્ડિયાઃ યાત્રાધામ ડાકોરમાં દૂધથી બનતા પ્રખ્યાત ગોટા, જુઓ ખાસ અહેવાલ
ડિસ્કવર ઈન્ડિયાઃ યાત્રાધામ ડાકોરમાં દૂધથી બનતા પ્રખ્યાત ગોટા, જુઓ ખાસ અહેવાલ
author img

By

Published : Mar 8, 2020, 12:41 PM IST

Updated : Mar 8, 2020, 1:23 PM IST

ખેડાઃ એવું કહેવાય છે કે ડાકોરની મુલાકાત ગોટાના સ્વાદ વગર અધૂરી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર શ્રીરણછોડરાયજીના દર્શન કરી ગોટાનો સ્વાદ લીધા વિના ડાકોરની મુલાકાત અધૂરી ગણાય છે. ગોટા જાણે કે ડાકોરનો પ્રસાદ ગણાય છે. ડાકોરમાં રણછોડરાયજીના દર્શન બાદ સ્વાદ રસિકો ગોટાનો સ્વાદ અચૂક માણે છે. આ સાથે જ પોતાના સ્વજનો માટે પણ ગોટા પાર્સલ કરાવી ઘરે લઈ જાય છે.

ડિસ્કવર ઈન્ડિયાઃ યાત્રાધામ ડાકોરમાં દૂધથી બનતા પ્રખ્યાત ગોટા, જુઓ ખાસ અહેવાલ

હાલ ડાકોરના પ્રખ્યાત ગોટા બનાવનાર બાપાલાલની પાંચમી પેઢી વારસો જાળવી રહી છે. ડાકોર રણછોડજી મંદિરની સામે ગોમતી ઘાટ પર પાંચ પેઢીથી ગોટા બનાવવામાં આવે છે, જ્યાં સ્વાદ રસીકો ગોટાનો સ્વાદ માણે છે. ચણાના લોટ અને દૂધથી આ સ્વાદિષ્ટ ગોટા બનાવવામાં આવે છે.

ડાકોરના પ્રખ્યાત ગોટા
ડાકોરના પ્રખ્યાત ગોટા

શરૂઆતમાં જ્યારે યાત્રાધામમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતાં ત્યારે કઈ ખાવાનું તો ઠીક બહારનું પાણી પણ પીતા નહોતા, પણ જો દૂધનો ઉપયોગ કરી વસ્તુ બનાવીએ તો તે પ્રસાદ ગણાય તેને લઈ ગોટામાં દૂધ નાખવાની શરૂઆત થઈ હોવાનું બાપાલાલની પેઢીના વિનોદભાઈ જણાવી રહ્યાં છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા યાત્રાળુઓ દહીં સાથે હોંશે-હોંશે ગરમાગરમ ગોટાની લિજ્જત માણે છે. સ્વાદ રસિયાઓ માટે હાલ અનેકવિધ ચીજો ઉપલબ્ધ હોવા છતાં ગોટાની માંગ દિવસે દિવસે વધતી જતી હોવાનું વિનોદભાઈ જણાવે છે.

ડાકોરના પ્રખ્યાત ગોટા
ડાકોરના પ્રખ્યાત ગોટા

સ્વાદ રસીક ગ્રાહકો માને છે કે, ગોટા બીજે ક્યાંય પણ ખાવ કે તૈયાર લોટ ઘરે લઈ જઈને બનાવો તો પણ ડાકોરના ગોટાનો સ્વાદ અહીં જેવો નથી મળતો. અહીંના ગોટાની લિજ્જત અનેરી હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે ડાકોરની મુલાકાત વેળા ગરમાગરમ ગોટાનો સ્વાદ માણવા જેવો ખરો.

Last Updated : Mar 8, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.