ETV Bharat / state

ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા શ્રધ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યુ

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે ફાગણી પુનમના (Dakor Phagni Punam) દર્શન કરવા ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટયો હતો. યાત્રાધામ ડાકોર ખાતે આજના દર્શન કરવા વિશાળ સંખ્યામાં ભાવિકો દિવસોથી પદયાત્રા કરી ડાકોર પહોંચ્યા હતા. જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પરંપરા અનુસાર પૂજા કરી ધજા ચડાવી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા ભાવિકોનો માનવ મહેરામણ ઉમટ્યો

author img

By

Published : Mar 18, 2022, 1:49 PM IST

ખેડા : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમની (Dakor Phagni Punam) ધામધુમ પુર્વક ઉજવણી ચાલી રહી છે. વર્ષોથી ફાગણી પુનમે યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્યામાં (Darshan of Dakor Thakor) આવતા પગપાળા ભક્તો વહેલી સવારની મંગળા આરતીમાં કરવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આજના દિવસની મંગળા આરતીના દર્શન કરવા લાખ્ખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા.

ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા ભાવિકોનો માનવ મહેરામણ ઉમટ્યો
ડાકોરમાં ઠાકોરના દર્શન કરવા ભાવિકોનો માનવ મહેરામણ ઉમટ્યો

આ પણ વાંચો : રંગોના પર્વ પર ETV Bharatની વિશેષ રજૂઆત જોગીરા સા..રા..રા...

મંગળા આરતી - સવારે 4.05 વાગ્યે મંગળા આરતી (Dakor Mangala Aarti) શરૂ થઇ હતી. જે દરમિયાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજ્જારો ભક્તોના ટોળે ટોળા મંદિરમાં ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોળ ઉડાડી હતી.

આ પણ વાંચો : હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર

જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પૂજા

વહેલી સવારે રાજા રણછોડરાયની મંગળા આરતી (Ranchodrayani Mangala Aarti) કરવામાં આવી હતી. ત્‍યાર બાદ વર્ષોથી ચાલી આવતા પરંપરાને જીવંત રાખવા જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ કરી ધજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્‍લા કલેકટરે જણાવ્‍યું હતું કે, ગત વર્ષે ફાગણી પૂનમના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને કોરોનાની મહામારીના કારણે રૂબરૂ નહિ આવી ઘરે બેઠા જ દર્શનનો લ્હાવો લેવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારી કાબૂમાં હોવાથી જનતાને દર્શનનો લ્હાવો મળે તે માટે પૂરતી તકેદારી સાથે આયોજન કરવામાં આવ્યું છે. જેને પ્રજાજનોએ બહોળા પ્રમાણમાં સ્‍વીકારી છે તેનો આનંદ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.