ETV Bharat / state

ખેડામાં માર્ગ-મકાન-પુલના વિકાસ કામોનું નાયબ મુખ્‍ય પ્રધાન દ્વારા લોકાર્પણ

ખેડા જિલ્‍લામાં નાયબ મુખ્‍ય પ્રધાન તથા જિલ્લાના પ્રભારી દ્વારા માર્ગ-મકાન-પુલના વિકાસ કામોને પ્રજા સમક્ષ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ખેડામાં માર્ગ-મકાન-પુલના વિકાસ કામોનું નાયબ મુખ્‍યપ્રધાન દ્વારા લોકાર્પણ

author img

By

Published : Oct 4, 2020, 12:12 PM IST

ખેડાઃ જિલ્‍લામાં રૂપિયા 115 કરોડના વિકાસ કામોને પ્રજા સમક્ષ લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાયબ મુખ્‍ય પ્રધાન તથા જિલ્લાના પ્રભારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના કુલ બજેટમાંથી રૂપિયા 1335 કરોડ ખેડા જિલ્‍લાના કામો માટે મંજૂર કરાયા છે. જેમાં રૂપિયા 335 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્‍યા છે. જ્યારે બાકીના રૂપિયા 1000 કરોડના વિકાસ કામો પણ કાર્યાન્‍વિત કરાશે.

ખેડાના મહેમદાવાદ તાલુકાનાં અંદાજીત કુલ 14 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતાં નાયબ મુખ્‍ય પ્રધાને ડાકોર ખાતે આગામી દિવસોમાં રૂપિયા 80 કરોડના ખર્ચે ફ્લાય ઓવર પુલના નિર્માણની જાહેરાત કરતાં જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકારે હંમેશા પ્રજાહિતની રક્ષા તથા પ્રજા કલ્‍યાણના કામો કરી રાજ્યની વિકાસ કૂચને હંમેશા અગ્રેસર રાખી છે. ગુજરાત સરકારે મહામારીમાં નાગરિકોની ચિંતા કરી આત્‍મનિર્ભર યોજના, વિનામુલ્‍યે અનાજ વિતરણ, શ્રમિકોને વેતન સુધી પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરવામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકાર કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવામાં સતત પ્રયત્‍નશીલ જ છે. ગુજરાતને ખેતી, વ્‍યવસાય, ઉદ્યોગો, રોજગારી કે, કોઇપણ ક્ષેત્રે ધમધમતું રાખવાની નેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વ્‍યક્ત કરી હતી.

ખેડામાં માર્ગ-મકાન-પુલના વિકાસ કામોનું નાયબ મુખ્‍યપ્રધાન દ્વારા લોકાર્પણ
ખેડામાં માર્ગ-મકાન-પુલના વિકાસ કામોનું નાયબ મુખ્‍યપ્રધાન દ્વારા લોકાર્પણ

મહેમદાવાદ ખાતે યોજાયેલા પુલના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા રસ્‍તાના કામોના લોકાપર્ણ થકી આજુબાજુના 15 ગામોને સુખ-સુવિધાનો લાભ મળશે અને આગામી દિવસોમાં સુવિધાથી અદ્યતન સુવિધા સાથેની વિકાસની ગતિને વેગ મળશે તેવી પ્રતિબદ્ધતા નાયબ મુખ્‍ય પ્રધાને વ્‍યક્ત કરી હતી.

ખેડા જિલ્‍લામાં અંદાજીત રૂપિયા 14 કરોડના ખર્ચે નવીન મકાન બનાવેલા છે. જેનું લોકાપર્ણ કર્યુ હતું. જેમાં નાયબ કલેકટર અને ખેડા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જમીન સંપદનની કચેરી, સબ ટ્રેઝરી કચેરી, સબ રજીસ્‍ટ્રાર, ઇ ધરા જેવી અનેક કચેરીઓ સહીત જનરલ મિટીંગ હોલ, વીડિયો કોન્‍ફરન્‍સ અને ભવિષ્‍યમાં કોઇ કચેરી બનાવવાની થાય તો તે માટે અનામત જગ્‍યા પણ ફાળવણી સાથે ત્રણ માળનું નવીન તાલુકા સેવા સદનનું ઇ-લોકાપર્ણ કરાયું હતું.

અંદાજે કુલ રૂપિયા 15.70 કરોડના ખર્ચે તૈયાર થયેલા વાત્રક નદી ઉપર નિર્માણધીન પુલનું લોકાપર્ણ કર્યુ હતું. મોદજ-માંકવા ગામને જોડતા અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે તૈયાર થનારા પુલનું ખાતમુહૂર્ત કરાયું હતું તથા નડીઆદ ખાતે રૂપિયા 20.68 કરોડના ખર્ચે તૈયાર થનારા આઇ.ટી.આઇના મકાનનું ખાતમુહૂર્ત, રૂપિયા 10.27 કરોડના ખર્ચે ફાગવેલ-ખાખરીયાવન-ચિખલોડ-બામણીયા લાટના રસ્‍તા પહોળા કરવાના કામોનું લોકાપર્ણ, અંદાજે રૂપિયા 12.39 કરોડના ખર્ચે કેવડીયા-ભઇલાકુઇ-આંત્રોલી-કાલેતરના રસ્‍તાનું તથા રૂપિયા 4.50 કરોડના ખર્ચે તૈયબપુરા-બાપૂજીના મુવાડાના રસ્‍તા પહોળા કરવાનું તથા રસ્‍તાના મજબુતીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.

​આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્‍ય અર્જુનસિંહ ચૌહાણે સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જિલ્‍લા પંચાયત પ્રમુખ નયના પટેલે ખેડા જિલ્‍લામાં વિકાસ કામોનો ઉલ્‍લેખ કરી નાયબ મુખ્‍ય પ્રધાન નીતિન પટેલનો આભાર વ્‍યક્ત કર્યો હતો. જ્યારે સાંસદ દેવુસિંહ ચૌહાણે રાજ્ય સરકારે ખેડા જિલ્‍લામાં કરેલા વિકાસ કામોને અનુમોદન આપતા જણાવ્‍યું હતું કે, મુખ્‍ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર દ્વારા ખેડા જિલ્‍લાના વિકાસ કામોને ગતિ મળી છે.

​આ પ્રસંગે નાયબ મુખ્‍ય પ્રધાન નીતિન પટેલનું વિવિધ સંસ્‍થાઓ તરફથી સાફો અને તલવાર આપી સન્‍માન કરાયું હતું. ​આ પ્રસંગે ધારાસભ્‍ય કેશરીસિંહ ચૌહાણ, ખેડા જિલ્‍લા ઉપપ્રમુખ બાબુભાઇ, જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્‍લા પોલીસ વડા દિવ્‍ય મિશ્ર, માંકવા-મોદજના સરપંચ તેમજ આજુ બાજુના ગામોના સરપંચ, તાલુકા-જિલ્‍લા પંચાયતના સદસ્‍ય, માર્ગ અને મકાન વિભાગના મુખ્‍ય ઇજનેર પટેલ, માર્ગ અને મકાન વિભાગના મુખ્‍ય ઇજનેર, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.