ETV Bharat / state

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ખેડાના શિવાલયોમાં ભવ્ય સજાવટ

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારના રોજ ચરોતરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવ મંદિરોમાં નયનરમ્ય સજાવટ કરવામાં આવી હતી. ત્યારે, ખેડા જીલ્લાના શિવ મંદિરોમાં ભાવિકોએ ભાવવિભોર બની કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે દેવાધિદેવના દર્શન કર્યા હતા.

શ્રાવણના છેલ્લા સોમવારે ખેડાના શિવાલયોની ભવ્ય સજાવટ

author img

By

Published : Aug 17, 2020, 10:06 PM IST

ખેડા: દેવાધિદેવ મહાદેવની મહિમા વર્ણવતા પવિત્ર શ્રાવણ માસના આજે છેલ્લા સોમવાર નિમિત્તે ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ ગળતેશ્વર અને ઉત્કંઠેશ્વર મહાદેવ સહિતના અનેક શિવ મંદિરોમાં ભાવિકોએ કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મહાદેવના દર્શન અને પૂજન કર્યા હતા.

બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા અને વાતવરણ શિવમય બન્યું હતું. દેવાધિદેવ મહાદેવને રીઝવવા શિવભક્તો દ્વારા મહાદેવને જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલ્વાભિષેક કરી પૂજન કરવામાં આવ્યું હતું. શ્રાવણના છેલ્લા સોમવારે વિવિધ શિવ મંદિરોની નયનરમ્ય અને અનોખી સજાવટ કરવામાં આવી હતી. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ શિવાલયોમાં નોખી અનોખી સજાવટ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.