ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે ગુરુવારની વહેલી સવારથી દર્શનાર્થીઓ માટે રણછોડરાયજી મંદિરના દ્વાર ખોલવામાં આવશે. લોકડાઉનના ઘણા બધા દિવસો વિતી ગયા બાદ ભાવિકો આજે રણછોડરાયજીના દર્શન કરશે.

ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયજી મંદિરના દ્વારા આજે સવારથી ભાવિકો માટે ખોલવામાં આવશે. જેથી ભાવિકો ડાકોરના ઠાકોરના દર્શન કરી શકશે. જેમાં શરૂઆતના પાંચ દિવસ ફક્ત ડાકોરના ભાવિકો જ દર્શન કરી શકશે.
કોવિડ-19ની ગાઈડલાઈન મુજબના નિયમોના ચુસ્ત પાલન સાથે શ્રદ્ધાળુઓ પોતાની ઓળખ બતાવી રાજાધિરાજના દર્શન કરશે. 23મી જૂન બાદ તબક્કાવાર તાલુકા, જિલ્લા અને રાજ્યના શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થા કરવામાં આવશે. મંદિર ખોલવાનો નિર્ણય કરવામાં આવતા શ્રદ્ધાળુઓ સહિત સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.