ETV Bharat / state

Dakor Gomti Lake: ડાકોરમાં ગોમતી તળાવના શુદ્ધિકરણની માંગ સાથે યુવાનનો જળ સમાધિનો પ્રયાસ

ડાકોરમાં ગોમતી તળાવના શુદ્ધિકરણની માંગ કેટલા દિવસોથી કરવામાં આવી રહી છે. પરંતુ લોકોની માંગ પર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આખરે કંટાળીને તળાવ સાફ કરવા માટે એક યુવાન દ્વારા જળ સમાધિ લેવાનો પ્રયાસ કર્યો હતો.

ડાકોરમાં ગોમતી તળાવના શુદ્ધિકરણની માંગ સાથે યુવાનનો જળ સમાધિનો પ્રયાસ

author img

By

Published : Apr 15, 2023, 12:10 PM IST

ડાકોરમાં ગોમતી તળાવના શુદ્ધિકરણની માંગ સાથે યુવાનનો જળ સમાધિનો પ્રયાસ

ખેડા/ ડાકોર: આજના સમયમાં કોઇ ધમકી વગર સરકારી કામ થતું જ નથી. કારણે તળાવ સાફ કરાવવા માટે પણ હવે જળ સમાધિ લઇએ તો જ તળાવ સાફ થાય તેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. યાત્રાધામ ડાકોર ખાતે ગોમતી તળાવનું શુદ્ધિકરણ કરવામાં આવે તેવી માંગ સાથે એક યુવાન દ્વારા જળ સમાધિ લેવાનો પ્રયાસ કરાયો હતો.પોલિસ દ્વારા યુવાનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગોમતી તળાવ અને આસપાસ ખદબદતી ગંદકીને લઈ સ્થાનિકો સહિત યાત્રિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.

તળાવનું વિશેષ મહત્વ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે મંદિર સામે આવેલ પવિત્ર ગોમતી તળાવનું વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ ડાકોર દર્શને આવતા ભાવિકો ગોમતી તળાવના દર્શન કરી તેમાં ડૂબકી લગાવે છે. તેનું જળ માથે ચડાવે છે. ગોમતી તળાવનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. તેની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય તે માટે સ્થાનિકો સહિત યાત્રિકો દ્વારા અનેક વખત નગરપાલિકા તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી ચુકી છે.તળાવમાં તેમજ તળાવ કિનારે અને તળાવના પગથિયામાં ઠેરઠેર ગંદકી ખદબદતી જોવા મળે છે.નગરપાલિકા દ્વારા અનેક વખત સ્વચ્છતા અભિયાનો કરાયા છે.પરંતુ તે માત્ર દેખાડા પુરતા બની રહ્યા છે. ત્યારે નગરપાલિકાની અણઘડ કામગીરીને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો Kheda Crime : લ્યો બોલો ખેડામાં ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાઈ, અસલી નકલી પારખવામાં મુશ્કેલી

સ્વચ્છતા જાળવવાની જવાબદારી: નૌકાવિહાર ચલાવતા કોન્ટ્રાક્ટરને તળાવમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. પરંતુ તે જવાબદારી કોન્ટ્રાક્ટર દ્વારા નિભાવવામાં આવે છે કે કેમ તેની દરકાર નગરપાલિકા દ્વારા રખાતી નથી. જેને પગલે કાયમ તળાવ ગંદકીથી ખદબદતું જોવા મળે છે. શુ્દ્ધિકરણ નહી થાય તો જળ સમાધિની ઉચ્ચારી ચીમકી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા ગોમતી તળાવની સ્વચ્છતાની યોગ્ય રીતે જવાબદારી નહી નિભાવીને માત્ર પૈસા કમાવાના હેતુથી ગોમતીનો ઉપયોગ કરાઇ રહ્યો છે. નૌકા વિહાર ચલાવી કરતા ડાકોરના એક જાગૃત નાગરિક જીતુભાઈ સેવક દ્વારા જો સ્વચ્છતા કરવામાં નહીં આવે અને નૌકા વિહાર ચલાવતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો 14/4/2023 તારીખે બાબાસાહેબ આંબેડકર જયંતિના દિવસે જળ સમાધિ લેશે. તેવી ચીમકી તા.27/3/2023 ના રોજ કરવામાં આવેલી અરજીમાં ઉચ્ચારી હતી.

આ પણ વાંચો Kheda News : ચોરની શંકાએ ગ્રામજનોએ ઢોર માર મારતાં પરપ્રાંતિય યુવકનું મૃત્યુ

પોલિસ દ્વારા અટકાયત: કરી હાથ ધરાઈ કાર્યવાહી આજરોજ બાબાસાહેબ આંબેડકર જયંતિના દિવસે અરજદાર જીતુભાઈ સેવક દ્વારા ઢોલ નગારા સાથે ડાકોર હીરાલક્ષ્મી ટાવર પાસેથી ગોમતી તળાવ તરફ પ્રયાણ કર્યું હતું. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માત્ર સ્નાન કરવા જઈ રહ્યો છું. પરંતુ પોલીસ દ્વારા આગમચેતી અને સલામતીના ભાગરૂપે અગાઉ તેઓ દ્વારા ઉચ્ચારેલી ચીમકીને સંદર્ભે ડાકોર પોલીસ દ્વારા તેઓને જાનમાલના બચાવના હેતુથી અટકાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.