ETV Bharat / state

ખેડામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે લીધી કોરોના વેક્સિન - ગ્રામ વિકાસ વિભાગ

દેશમાં કોરોના વેક્સિનેશન ફેઝ 2ની શરૂઆત રવિવારથી થઈ છે. ત્યારે હેલ્થ વર્કર્સ વધુમાં વધુ સામે આવીને કોરોના વેક્સિન લે, તેવા હેતુસર ખેડામાં કલેક્ટર સહિતના અધિકારીઓએ અન્ય લોકોને કોરોના વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.

ખેડા
ખેડા
author img

By

Published : Jan 31, 2021, 7:30 PM IST

  • જિલ્‍લા કલેક્ટર અને જિલ્‍લા પોલીસ વડાએ રસી લઇને રસીકરણનો શુભારંભ કરાવ્‍યો
  • રવિવારથી જિલ્‍લામાં 2,500 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને રસી અપાશે
  • જિલ્લામાં અત્યાર સુધીમાં 10,000થી વધુ ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી અપાઈ

ખેડા : ગુજરાતમાં કોરોનાના ઘટતા જતા સંક્રમણ વચ્ચે બે સપ્તાહમાં હેલ્થ વર્કર્સને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે, ત્યારે હવે આજથી ફ્રન્ટલાઈન વોરિયર્સના બીજી હરોળના કર્મચારીઓ/અધિકારીઓને રસી આપવાનો શુભારંભ નડિયાદ એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલ અને જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર એ પોતે કોરોના રસી લઇને કરાવ્યો હતો.

જિલ્‍લા કલેક્ટર અને જિલ્‍લા પોલીસ વડાએ રસી લઇને રસીકરણનો શુભારંભ કરાવ્‍યો

રવિવારથી ખેડા જિલ્લામાં એક સાથે ગૃહ વિભાગના પોલીસ, હોમગાર્ડ, SRP જવાનો, શહેરી વિકાસ, મહેસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટના મળી રવિવારે આશરે 2500 જેટલા અધિકારીઓ/કર્મચારીઓને રસી આપવામાં આવશે, તેમ જિલ્લા કલેકટર આઈ. કે. પટેલે જણાવ્યું હતું.

ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ
ખેડામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે લીધી કોરોના વેક્સિન

રવિવારે જિલ્‍લામાં 2500 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને રસી આપવામાં આવી

સમગ્ર દેશમાં તારીખ 16મી જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સ એટલે કે, કોરોનાના દર્દીઓ સાથે અને દર્દીઓ વચ્ચે દિવસ-રાત કામગીરી કરનારા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવા અભિયાનની શરૂઆત થઇ હતી. જેમાં હેલ્થ વિભાગમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓનો સમાવેશ થયો હતો. જ્યારે ખેડા જિલ્લામાં 25 કેન્દ્રો પર અંદાજે 2500 જેટલા અધિકારીઓ કર્મચારીઓને રસી આપવામાં આવશે, તેમ જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલે જણાવ્યું હતું. આમાં કલેક્ટરથી લઈ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, મહેસુલી, પંચાયત અને પાલિકાના તમામ સ્ટાફને આવરી લેવામાં આવશે.

જિલ્લામાં અત્યાર સુધી 10,000 ફ્રન્ટ વોરિયર્સને રસી અપાઈ

ખેડા જિલ્લામાં અત્યાર સુધી 10,000 ફ્રન્ટ વોરિયર્સને રસી આપવામાં આવી છે. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પણ સૌને રસીકરણમાં સહકાર આપવા જાહેર અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી પી. આર. સુથાર, તાલુકા હેલ્થ અધિકારી વિપુલ અમીન, DYSP, ચીફ ઓફિસર પ્રણવ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.