- ખેડા જિલ્લામાં રસીકરણ ઝુંબેશ સઘન બનાવાયું
- અત્યાર સુધી રસીકરણ હેઠળ 2,27,545 લોકોને આવરી લેવાયા
- રસી મૂકાવી સુરક્ષિત થવા કલેક્ટરે કરી અપીલ
ખેડા : જિલ્લા વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ જિલ્લામાં રસીકરણની કામગીરી નોંધપાત્ર રીતે થઇ રહી છે. કોરોના રસીકરણની કામગીરી કરીને પાત્રતા ધરાવતા એકપણ નાગરિક રસીથી વંચિત ન રહી જાય અને કેમ્પમાં આવેલા તમામ લોકોને રસી અપાયા બાદ તેમની વિશેષ કાળજી લઇ વધુમાં વધુ લોકોને આવરી લઈ સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - ખેડામાં કોરોનાના વધુ 39 કેસ નોંધાયા
આગેવાનોના સહયોગથી લોકો રસી લેવા આગળ આવી રહ્યા છે
સામાજિક, રાજકીય, શૈક્ષણિક સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનોના સહયોગથી લોકો રસી લેવા આગળ આવી રહ્યા છે. આ સાથે સ્વયં શિસ્તપાલન દ્વારા વહીવટી તંત્રને પણ સહયોગ કરી રહ્યા છે.
રસી મૂકાવી સુરક્ષિત થવા અપીલ
કલેક્ટર દ્વારા પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને વેક્સિન મૂકાવીને સુરક્ષિત બનવા ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો છે. 14 એપ્રિલ સુધી યોજાઈ રહેલા ખાસ ટિકા ઉત્સવની સફળતા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની આગેવાની હેઠળ સંક્રમણને નાથવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ મંત્રને ધ્યાને રાખી કામગીને વધુ વ્યાપક બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો - ખેડાના નડિયાદ અને કપડવંજમાં બપોરે 4 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન
અત્યાર સુધી રસીકરણ હેઠળ 2,27,545 લોકોને આવરી લેવાયા
ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ તમામ તાલુકાઓમાં કેમ્પ કરીને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 2,27,545 લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા છે.