અમદાવાદ: નવરાત્રી દરમિયાન ખેડા જિલ્લાના માતર તાલુકાના ઊંધેલા ગામમાં નવરાત્રીના આઠમા દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થર માર્યો કર્યો હતો. જેમાં પોલીસે આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો જેમાં આરોપીઓ દ્વારા પોલીસ અધિકારીઓ સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સિનિયર એડવોકેટ આઈ કે સૈયદની ઝાટકણી કાઢી હતી.
હાઇકોર્ટની ટકોર: હાઇકોર્ટે કહ્યું હતું કે તમે કઈ જોગવાઈ હેઠળ હાઇકોર્ટના અવમાનની અરજી દાખલ કરી છે? કઈ જોગવાઈ હેઠળ અરજી દાખલ કરવામાં આવે શું તેનો તમને ખ્યાલ નથી? તમે સિનિયર વકીલ છો. તમારે સંશોધન સાથે કોર્ટમાં હાજર થવું જોઈએ એવી પણ કોર્ટે ટિપ્પણી કરી હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ વિરુદ્ધ અવમામનની અરજી ટકવા પાત્ર ન હોવાનું અવલોકન કર્યું હતું. જોકે આરોપીઓના વકીલ એ જવાબ રજૂ કરવા માટે અડધો કલાકનો સમય માંગ્યો હતો જેનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો.
શું છે સમગ્ર કેસ?: ખેડા જિલ્લાના માતર તાલુકાના ઊંધેલા ગામમાં નવરાત્રીના આઠમા દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થર માર્યો કર્યો હતો. જે લોકોએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો તેમણે પોલીસે આરોપીઓને ગામમાં લાવીને ગામ લોકોની સામે તેમને માર માર્યો હતો અને આનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને લઇને આરોપી દ્વારા પોલીસ કર્મીઓ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસોને આ સમગ્ર મામલે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અરજદારો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસને અનુસરવા માટેની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેથી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા તેમજ આરોપીઓને વળતર ચૂકવવા માટે માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Ahmedabad news: અમદાવાદ શહેરના ટ્રાફિક પાર્કિંગની સ્થિતિ મુદ્દે સરકારે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું |
જૂન મહિનામાં વધુ સુનાવણી: ગુજરાત હાઇકોર્ટમાં જે અસામાજિક તત્વોને જાહેરમાં માર મારીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા તેમ જ આ મામલે જવાબ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ખેડાના પોલીસ અધિક્ષક આર.એચ ગઢીયા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.પરમારે હાઇકોર્ટ સમક્ષ એફિડેવિટ ફાઇલ કરી હતી. આ સમગ્ર મામલે હવે જૂન મહિનામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે કોર્ટ પોતાનું શું હુકમ કરે છે તે મહત્વનો બની રહેશે.