ખેડાઃ જિલ્લાના નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા રોડ શહેરમાં તૂટી ગયા છે, તેમજ અમૂક રોડ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયા છે.
શહેરમાં રોડની બિસ્માર હાલતના કારણે વાહનચાલકોનો અકસ્માત ન થાય તે માટે તાત્કાલિક રોડ રિપેર કરાવવા નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત જે કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યા હોય તે રોડની ગેરેન્ટી પૂર્ણ થયા પહેલાના તૂટેલા રોડનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસૂલ કરવા અને કોન્ટ્રાક્ટર્સને બ્લેક લિસ્ટ કરવાની શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી હતી.