ETV Bharat / state

સિરપકાંડના મૃતકોના પરિજનોને મુલાકાતે પહોંચેલા અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું- સરકારની મીલીભગત વગર આ શક્ય નથી - આયુર્વેદિક સિરપકાંડ

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નડિયાદના બિલોદરા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં આયુર્વેદિક સીરપ કાંડમાં મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. લોકોના મોત મામલે અમિત ચાવડાએ સરકારની ગુનાહિત બેદરકારી હોવાનું જણાવતાં સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

કોંગ્રેસ નેતા અમિત ચાવડા
કોંગ્રેસ નેતા અમિત ચાવડા
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 4:25 PM IST

અમિત ચાવડાએ સિરપકાંડના મૃતકોના પરિવારની મુલાકાત લીધી

ખેડા: જિલ્લામાં શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીવાથી છ લોકોના મોત થયા હતા. મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવા કોંગ્રેસ નેતા અમિત ચાવડા જિલ્લાના કોંગ્રેસ આગેવાનો સાથે મૃતકોના ઘરે પહોંચ્યા હતા.

સિરપકાંડના મૃતકોના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે અમે પરિવારને મળ્યા અને તેમની આપવીતી સાંભળી છે. રાતોરાત મોત થઈ ગયા અને ટ્રીટમેન્ટ કરવાનો પણ સમય પણ ના મળ્યો એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ગુજરાતમાં વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. દારૂ, ડ્રગ્સ બાદ હવે દરેક શહેરમાં સિરપના રૂપમાં નશાકારક દ્રવ્યોનું વેચાણ કરવાનું શરૂ કર્યું છે. સરકાર અને તંત્રની મિલિભગત વગર આ શક્ય જ નથી. એટલું સ્પષ્ટ છે કે સરકારની ગુનાહિત બેદરકારી છે. સરકારને એમના તાયફામાં રસ છે અને પ્રજા ભગવાન ભરોસે છે.

સરકારને હપ્તાખોરી બંધ કરવા જણાવ્યું: અમિત ચાવડાએ જવાબદાર વિપક્ષની ભૂમિકા નિભાવવા બાબતે જણાવ્યું હતું કે જ્યારે જ્યારે આવા બનાવો બન્યા છે. અમે સરકારનું ધ્યાન પણ દોર્યું છે. સરકાર, પોલીસ, પ્રશાસનની નિષ્ફળતાઓ ઉજાગર કરી છે. જે પીડિત પરિવારો છે તેમને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. આવનારા સમયમાં લોક જાગૃતિના માધ્યમથી સરકારને ફરજ પણ પાડીશું કે હપ્તાખોરી બંધ કરે અને લોકોના જીવનની લોકોના પરિવારની ચિંતા કરે.

પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો: શંકાસ્પદ આયુર્વેદિક સિરપ પીધા બાદ લોકોને માથામાં દુખાવો, મોંમાંથી ફીણ આવવા જેવી તકલીફો થઈ હતી. જે બાદ તેમના મોત નીપજ્યાં હતા. જે મામલામાં પોલીસ દ્વારા જીવલેણ સિરપનો કાળો કારોબાર કરનારા પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

  1. ખેડાના બે ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
  2. ખેડામાં પાંચ લોકોના શંકાસ્પદ મોત, લઠ્ઠાકાંડની આશંકા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.