ETV Bharat / state

કોરોનામાં દર્દીઓના મોતથી વ્યથિત ડોક્ટરે વૃક્ષો વાવી હરિયાળીમાં શોધી શાંતિ - નડીયાદના ડૉ. નરેશ ચૂડાસમા

નડીયાદના એક પ્રકૃતિપ્રેમી ડોક્ટરે શહેરની એક સોસાયટીમાં સ્વખર્ચે 100થી વધુ વૃક્ષો વાવી તેને હરિયાળી બનાવી દીધી છે. ઉપરાંત તેમના આ કાર્યથી પ્રભાવિત થયેલા લોકોને પણ તેઓ વિનામૂલ્યે વૃક્ષોના છોડનું વિતરણ કરી રહ્યાં છે.

કોરોનામાં દર્દીઓના મોતથી વ્યથિત ડોક્ટરે વૃક્ષો વાવી હરિયાળીમાં શોધી શાંતિ

author img

By

Published : Aug 13, 2021, 9:09 PM IST

  • કોરોનામાં દર્દીઓના મોતથી વ્યથિત ડૉક્ટરનો વૃક્ષપ્રેમ
  • નડીયાદના ડૉક્ટરે સ્વખર્ચે વાવ્યાં 100થી વધુ વૃક્ષ
  • સોસાયટીને હરીભરી બનાવી પ્રકૃતિમાંથી શાંતિ શોધી

નડીયાદઃ ​ ડો.નરેશભાઇ ચૂડાસમા કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ચોમાસા પહેલાં 100 વૃક્ષો વાવી ચૂક્યાં છે. કોરોનાકાળના સંકટમાંથી બોધપાઠ મેળવી દરેક સોસાયટીમાંથી ઓછામાં ઓછો એક સભ્ય પણ સોસાયટીને વૃક્ષો રોપી હરિયાળી બનાવવાનું બીડું ઝડપે અને બાકીના સભ્યો તે વૃક્ષોની હળીમળીને માવજત કરે તો સમગ્ર નડીયાદ હરિયાળું બની શકે છે તેવી અપીલ ડોક્ટર ચૂડાસમાએ કરી છે.

કોંક્રીટ જંગલોને કારણે વૃક્ષોનું નિકંદન નીકળી ગયુંઃ-ડૉ.નરેશભાઇ. ચૂડાસમા
ડૉ.નરેશભાઇ. ચૂડાસમાએ કહ્યું કે કુદરતે પહેલેથી જ આપણને કુદરતી ઓક્સિજન એવા વૃક્ષોની ભેટ આપી હતી. પણ ક્રોકીંટના જંગલોને કારણે વૃક્ષોનું નિકંદન નિકળી ગયું. હાલ કોરોનાએ જે રીતે દેશને સંકટમાં મુકી દીધો હતો. તે જોતાં હવે લોકોએ જાગૃત બનવાની જરૂર છે કોરોના મહામારીમાં દર્દીઓ માટે ડોક્ટરો દેવદૂત બનીને આવ્યાં હતાં. જો કે કોરોનાથી થયેલ મોત, વિખૂટાં પડેલા પરિવારો, ઓક્સિજન મેળવવા માટેની તકલીફે દેવદૂત એવા ડોક્ટર્સને પણ વ્યથિત કરી દીધાં હતાં. ત્યારે આ પરિસ્થિતિ અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડત આપવા માટે નગરને હરિયાળું બનાવવાની જરૂર છે. તેવા ઉમદા વિચાર સાથે એક પહેલ કરી હતી.

પ્રકૃતિપ્રેમી ડોક્ટરે શહેરની એક સોસાયટીમાં સ્વખર્ચે 100થી વધુ વૃક્ષો વાવી તેને હરિયાળી બનાવી દીધી

ડૉક્ટરની પહેલથી પ્રેરાઈ અનેક લોકોએ પોતાના વિસ્તારને હરિયાળી બનાવવા પ્રયાસ કર્યો
ડૉ.નરેશભાઈએ જણાવ્યું હતુ કે તેમણે સૌ પ્રથમ શરૂઆત પોતાની સોસાયટીમાં કરી હતી. શહેરના કિશન સમોસાના ખાંચામાં આવેલ શ્રીજીધામ સોસાયટીમાં સ્વખર્ચે બ્રેકરની મદદથી ખાડા ખોદી 50 છોડ રોપી તેને ફાઇબરની નેટથી સુરક્ષિત કર્યા હતા. ડોક્ટરની આ પહેલથી પ્રેરાઇ અનેક યુવાઓએ પણ તેમની પાસેથી છોડ લઇને પોતાના વિસ્તારોને હરિયાળો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

દર્દીને રજા આપતી વખતે એક છોડની ભેટ, ફરી બતાવવા આવે ત્યારે વૃક્ષનો ફોટો લાવનારને ફીમાં કન્‍સેશન

​ડૉ.નરેશભાઇએ ઉમેર્યું હતું કે, ગ્રામ્યકક્ષાએ અને શહેરમાં પણ લોકો વૃક્ષો પ્રત્‍યે આકર્ષાય અને વૃક્ષનો ઉછેર કરતા થાય તે માટે મેં પોતે પહેલ કરી. મારી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને હું જયારે રજા આપતો ત્યારે અવશ્‍ય એક વૃક્ષ વાવવા આપતો અને જો તે આમ કરવા રાજી થાય તો તેને મારી હોસ્પિટલ બિલમાં કન્‍સેશન પણ આપતો. આ દર્દી ફરી વખત રૂટીન ચેક અપમાં આવે ત્‍યારે સાથે મારા આપેલા વૃક્ષના ઉછેરનો ફોટો મોબાઇલમાં લઇને આવે તો તેને ફરીથી કન્‍સલ્ટીંગ ફીમાં કન્‍સેશન આપુ છું. સાથે સાથે મારા સ્‍ટાફના જે કર્મચારીઓ પાસે ખેતરની જમીન કે ગ્રામ્ય/શહેરમાં જ્યાં રહેતા હોય તેમની પાસે વૃક્ષ ઉછેરાય તેવી જમીન હોય તો તેમને પણ હું વિનામૂલ્‍યે જોઇતા રોપા ઉછેરવા માટે આપું છું.

હવે લોકોએ જાગૃત બનવાની જરૂર છે
હવે લોકોએ જાગૃત બનવાની જરૂર છે

આ પ્રવૃત્તિ જોઇને નડીયાદ તથા આજુબાજુના ઘણા વિસ્‍તારના ડોકટરોએ પણ આમાં સહભાગી થઇ વૃક્ષઉછેરની પ્રવૃત્તિને વેગ મળે તેવી ઇચ્‍છા વ્‍યક્ત કરી છે.​આવનારા સમયમાં જો નડિયાદના રહેવાસીઓ દ્વારા સહયોગ મળે તો તેઓની ઇચ્‍છા નડિયાદમાં રોડની બન્‍ને બાજુએ વૃક્ષો ઉછેરીને નડિયાદને ગ્રીન નડિયાદ બનાવવાની છે.

આ પણ વાંચોઃ ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી

આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લામાં 22 લાખથી વધુ રોપાનો ઉછેર તેમજ વિતરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.