ETV Bharat / state

ખેડાના ઠાસરામાં ફુટવેર શોપ બહાર 4 લાખની ચીલઝડપ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ - ઠાસરા ન્યૂઝ

ખેડાના ઠાસરામાં ભીડ ભરેલી બજારમાં એક દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકની નજર ચૂકવી બે કિશોરો રૂપિયા 4 લાખની ચીલઝડપ કરી ભાગી ગયા હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ં
author img

By

Published : Jan 7, 2021, 7:14 AM IST

Updated : Jan 7, 2021, 7:20 AM IST

  • ભર બજારે રૂપિયા 4 લાખની ચીલઝડપ કરી બે ઈસમો ફરાર
  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
  • ઠાસરા પોલીસ દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી

ખેડાઃ ઠાસરામાં ભીડ ભરેલી બજારમાં એક દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકની નજર ચૂકવી બે કિશોરો રૂપિયા 4 લાખની ચીલઝડપ કરી ભાગી ગયા હતાં. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઠાસરા પોલીસે તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ મેળવી ચોર કિશોરોની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે.

બે ઈસમોએ 4 લાખ પૈસાની થેલીની કરી ચીલઝડપ

ખેડાના ઠાસરા શહેરના ટાવર બજાર જેવા સૌથી વધુ અવરજવરવાળા વિસ્તારમાં આવેલા હરેશ ફૂટવેરમાં 4 લાખ જેટલી માતબર રકમની ચીલઝડપ થઈ હતી. ઠાસરા પાસેના જ વાડદ ગામના કોહ્યાભાઈ મંગળભાઈ સેનવા નામના શખ્સ બેન્કમાંથી 4 લાખની રોકડ રકમ ઉપાડી બેંકનું કામ પતાવી ઠાસરા ટાવર પાસે આવેલી હરેશ ફૂટવેરમાં ફૂટવેરની ખરીદી માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓ ખરીદી કરી બહાર નીકળતા હતા તે સમયે અચાનક બે કિશોરો આવી કોહ્યાભાઈ સેનવા કાંઈ પણ સમજે તે પહેલાં તેમના હાથમાંની રોકડ રકમવાળી થેલીમાંથી 2000ની ચલણી નોટના બે બંડલ લઈ ભાગી ગયા હતા.

ખેડાના ઠાસરામાં ફુટવેર શોપ બહાર 4 લાખની ચીલઝડપ

લૂંટ કરી ઈસમો ફરાર

આ ઘટનાનો ભોગ બનનાર કોહ્યાભાઈ સેનવાએ બૂમો પણ પાડી અને તેનો પીછો પણ કર્યો હતો. પરંતુ ભીડભાડ વાળી બજારમાં શહેરના ખુલ્લા રોડ ઉપર આ ચોર તત્વો પવનવેગે મુઠ્ઠીવાળીને નાસી છુટ્યા હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઠાસરા પોલીસ દ્વારા ફરિયાદીની કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

Last Updated : Jan 7, 2021, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.