ખેડા SOGને માહિતી મળી હતી કે, અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે પર પાઈલોટિંગ કરતી ઇનોવા કાર સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલું હરિયાણા પાસિંગનું કન્ટેનર આવવાનું છે. જેના આધારે સંધાણા ગામની સીમમાં નેશનલ હાઇવે નં.8 પર ટોલપ્લાઝા નજીક ઇનોવા કાર રોકવામાં આવી હતી. ત્યારબાદ થોડીવારમાં માહિતી મુજબનું કન્ટેનર આવતા બંનેમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કન્ટેનરમાંથી રૂ. 32,49,600ની કિંમતના વિદેશી દારૂની 677 પેટીઓ મળી આવી હતી.
પોલીસ દ્વારા દારૂના જથ્થા સહિત કન્ટેનર, ઇનોવા કાર, 6 મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ રૂ. 65,55,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ હરિયાણાના 4 આરોપીઓને ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, જિલ્લામાં ઠેર ઠેર દેશી-વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે, ત્યારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે.