ETV Bharat / state

ખેડાઃ ખેતરમાં ગાયો ચરાવવા બાબતે અથડામણ, 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત

author img

By

Published : Apr 30, 2020, 11:43 PM IST

ખેડાના મહેમદાવાદના નવચેતન ગામના સીમ વિસ્તારમાં ખેતરમાં ગાયો ચરાવવા મામલે અથડામણ થઇ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના મામલે મહેમદાવાદ પોલીસ દ્વારા ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ખેડામાં ખેતરમાં ગાયો ચરાવવા બાબતે અથડામણ થતા 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત

ખેડા: મહેમદાવાદ તાલુકાના નવચેતન ગામે આવેલા સીમ વિસ્તારમાં ડોડીયા તળાવ પાસેના કમલેશભાઈ ડાભીના ખેતરમાં બાજરીના ઉભા પાકમાં કેટલાક ભરવાડ ઈસમોએ ગાયો ચરાવી હતી. આ મામલે કમલેશ ડાભીએ પાક બગાડવા બાબતે જણાવતા ભરવાડ ઈસમોએ જૂથબંધી કરી હુમલો કર્યો હતો. જેમાં કમલેશ ડાભી સહિત ત્રણ ઈસમો પર લાકડી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ત્રણેયને ઈજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે મહેમદાવાદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના મામલે મહેમદાવાદ પોલીસ દ્વારા ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.