- બે દિવસથી કેસમાં આંશિક ઘટાડો
- જિલ્લામાં નવા 166 કેસ નોંધાયા
- જિલ્લામાં હાલ 1074 દર્દીઓ દાખલ
ખેડાઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન મોટી સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે શનિવારે ખેડા જિલ્લામાં નડીઆદમાં 95, ગળતેશ્વરમાં 9, ખેડામાં 12, માતરમાં 5, કઠલાલમાં 8, મહુધામાં 6, મહેમદાવાદમાં 16, ઠાસરામાં 5, વસોમાં 8 અને કપડવંજમાં 2 મળી કુલ 166 નવા કેસ સામે આવ્યાં છે.
![ખેડામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-03-corona-photo-story-gj10050_08052021220344_0805f_1620491624_212.jpg)
જિલ્લામાં હાલ 1074 દર્દીઓ દાખલ
જિલ્લામાં આજના નવા 166 કેસ મળી અત્યાર સુધી કુલ 7660 કેસ નોંધાયા છે. જેમાંથી 6557 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ 1074 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ ખેડાના ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા
કોરોના ટેસ્ટિંગ કીટની અછત
જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ થઈ રહેલા કોરોના ટેસ્ટિંગને લઈને ઘણી જગ્યાએ ટેસ્ટિંગ કીટની અછત જોવા મળી રહી છે. જેના કારણે ટેસ્ટિંગ કામગીરી અટકી છે. છેલ્લા બે દિવસથી કેસમાં અચાનક ઘટાડો થવાનું કારણ કિટની અછત પણ હોઈ શકે છે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.
![ખેડામાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-03-corona-photo-story-gj10050_08052021220344_0805f_1620491624_821.jpg)
ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલું સંક્રમણ
જિલ્લામાં શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને દવા આપી હોમ આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે. ટેસ્ટિંગ તેમજ રસીકરણ સહિતની વિવિધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.