- ખેડા જિલ્લામાં બુધવારે 117 કેસો નોધાયા
- હોસ્પિટલોમાં કુલ 493 દર્દીઓ દાખલ થયા
- તંત્ર સાથે ધાર્મિક,સામાજિક સંસ્થાઓ સુવિધા ઉભી કરી રહી છે
ખેડા: જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યો છે. ત્યારે બુધવારે, જિલ્લામાં કપડવંજ 34, નડિયાદ 23, મહેમદાવાદ 20, ઠાસરા 14, કઠલાલ 11, મહુધા 5, વસો 4, ખેડા 4 અને માતર 2 મળી કુલ 117 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: ખેડા જિલ્લા કલેક્ટરે નડિયાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, કોવિડ કામગીરીની સમીક્ષા કરી
હોસ્પિટલમાં હાલ 493 દર્દીઓ દાખલ
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4909 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી, 4395 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ, કુલ 493 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
લોકોની બેદરકારી વધારી રહી છે સંક્રમણ
જિલ્લામાં સંક્રમણમાં થઈ રહેલા ઝડપી વધારા પાછળનું મુખ્ય કારણ નિયમ પાલનમાં લોકોની બેદરકારી છે. તંત્રના અનેક પ્રયાસો છતાં જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક વિના ટોળામાં લોકો ફરી રહ્યા છે. જેને લઈને ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: ખેડા જિલ્લામાં ઓક્સિજન બેડ તથા રેમડેસીવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : કલેક્ટર
ધાર્મિક,સામાજિક સંસ્થાઓ પણ આવી મદદે
કોરોનાના વધતા સંક્રમણને લઈને દર્દીઓ માટે તંત્ર દ્વારા સુવિધાઓ વધારવામાં આવી રહી છે. તેમજ વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્થાઓ પણ તંત્ર સાથે મળી સારવાર સુવિધાઓ ઉભી કરી રહી છે.