ETV Bharat / state

ખેડામાં 5 લાખ રૂપિયાની થયેલી લૂંટમાં આરોપી ઝડપાયો - gujaratinews

ખેડા: જિલ્લામાં આવેલા ઠાસરાના મંજીપુરામાં વેપારીને સસ્તા ભાવે ડોલરની લાલચ આપીને નકલી પોલીસ બની 5 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ મામલામાં ખેડા LCB દ્વારા લૂંટ કરનાર ગેંગના એક સાગરીતને ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ અન્ય આરોપીઓને ઝડપવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડાના મંજીપુરામાં 5 લાખ રૂપિયાની થયેલી લૂંટમાં આરોપી ઝડપાયો
author img

By

Published : Jul 23, 2019, 3:28 AM IST

Updated : Jul 23, 2019, 1:36 PM IST

રાજસ્થાનના એક વેપારીને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપીને 5 લાખ રૂપિયા લઇને આરોપીઓ દ્વારા ઠાસરા તાલુકાના મંજીપુરા ગામમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ વેપારીને લઇને મંદિર જતા રસ્તામાં નકલી પોલીસ બનીને આવેલા ગેંગના સાગરીતોએ વેપારીને દંડાથી માર મારીને 5 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી હતી.

આ મામલામાં ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં તપાસ દરમિયાન ખેડા LCB દ્વારા લૂંટ કરનાર ગેંગના મુખ્ય આરોપી વિકાસ તળપદાને ઝડપીને અન્ય આરોપીઓને પકડવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Intro:ખેડા જીલ્લાના ઠાસરાના મંજીપુરામાં વેપારીને સસ્તા ભાવે ડોલરની લાલચ આપી નકલી પોલીસ બની રૂ.૫ લાખની લૂંટ કરવામાં આવી હતી.જે મામલામાં ખેડા એલસીબી દ્વારા લૂંટ કરનાર ગેંગના એક સાગરીતને ઝડપી પાડવામાં આવ્યો છે.તેમજ અન્ય આરોપીઓને ઝડપવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરાઈ.Body:રાજસ્થાનના એક વેપારીને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપી રૂ.૫ લાખ લઇ આરોપીઓ દ્વારા ઠાસરા તાલુકાના મંજીપુરા ગામે બોલાવ્યા હતા.બાદમાં આરોપીઓએ વેપારીને લઇ મંદિર જતા રસ્તામાં નકલી પોલીસ બનીને આવેલા ગેંગના સાગરીતોએ વેપારીને દંડાથી માર મારી રૂ.૫ લાખ ભરેલ બેગ તેમજ રૂ.૫ હજાર ભરેલ પર્સની લૂંટ કરી હતી.જે મામલામાં ડાકોર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો.જેમાં તપાસ દરમ્યાન ખેડા એલસીબી દ્વારા લૂંટ કરનાર ગેંગના મુખ્ય આરોપી વિકાસ તળપદાને ઝડપી અન્ય આરોપીઓને પકડવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Conclusion:
Last Updated : Jul 23, 2019, 1:36 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.