ETV Bharat / state

વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢના યુવાનોનો પ્રકૃતિની ગોદમાં યોગાભ્યાસ

યોગ દિવસની ઉજવણી માટે જૂનાગઢના યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યુુવાનો પ્રકૃતિના ખોળામાં યોગ અભ્યાસ કરી રહ્યા છે.

yoga day celebration in junagadh
yoga day celebration in junagadh
author img

By

Published : Jun 19, 2020, 4:04 PM IST

જૂનાગઢઃ આગામી 21મી જૂન, રવિવારના રોજ વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવશે. જેને લઇને જૂનાગઢના યુવાનો દ્વારા પ્રકૃતિની ગોદમાં સરકાર દ્વારા જે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈને યોગ અભ્યાસ કરીને આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે કટિબદ્ધ બની રહ્યા છે.

વિશ્વ યોગ દિવસ
વિશ્વ યોગ દિવસ

આગામી રવિવાર અને 21મી જૂને સમગ્ર વિશ્વના દેશો યોગ દિવસ મનાવવા જઈ રહ્યા છે, ત્યારે યોગ દિવસને લઇને જૂનાગઢના યુવાનોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે છેલ્લા 6 વર્ષથી યોગને લઈને સમગ્ર વિશ્વ એક સાથે આવ્યું છે. ત્યારે યોગ દિવસની ઉજવણી ઉત્સાહ અને જોશથી સાથે થાય તે માટે જૂનાગઢમાં યુવાનો દ્વારા યોગ દિવસ પહેલા પૂર્વ અભ્યાસ માટે પ્રકૃતિની ગોદમાં યોગની તાલીમ મેળવી રહ્યા છે.

યુવાનોએ કર્યો પ્રકૃતિની ગોદમાં યોગાભ્યાસ

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને કારણે સામૂહિક ધોરણે યોગ દિવસ મનાવવામાં આવશે નહીં પરંતુ જે વ્યક્તિ યોગ દિવસ ઉજવવા માંગતા હોય તેને તેના ઘરમાં કે કામ કરવાના સ્થળે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરીને યોગ દિવસની ઉજવણી કરવાની સરકારે અપીલ કરી છે. ત્યારે જૂનાગઢના યુવાનો દ્વારા યોગ દિવસની ઉજવણીને લઈને કુદરતના સાનિધ્યમાં યોગાભ્યાસ કરીને આગામી યોગ દિવસને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

યોગ એ પ્રાચીન ભારતની એક પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. જે સમયે તબીબી વિજ્ઞાન મર્યાદિત અને કેટલાક દેશો પુરતી સિમિત હતું. એવા સમયમાં ભારતમાં યોગ દ્વારા અસાધ્ય બીમારીઓ અને માનસિક સંતુલન સાથે તંદુરસ્તી પ્રાપ્ત કરવામાં આવતી હતી. જે કાળક્રમે લુપ્ત થઈ રહી છે પરંતુ છેલ્લા 5 વર્ષથી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેને ભારત માટે એક સારો અને શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.