- આજે જૂનાગઢમાં 74માં મુક્તિ દિવસની થઈ રહી છે ઉજવણી
- બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાં મૂકવી દિવસની શીલાનું કરાયું પૂજન
- મુક્તિ દિવસની ઉજવણીમાં જૂનાગઢ શહેરના પદાધિકારી અધિકારી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા
જૂનાગઢઃ આજે જૂનાગઢ તેનો 74મો મુક્તિ દિવસ (Junagadh Liberation Day) મનાવી રહ્યું છે. જેની યાદમાં બહાઉદ્દીન કોલેજ(Bahauddin College) નાં પટાંગણમાં મુક્તિ દિવસ શીલાનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના મેયર ધીરુ ગોહિલ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ અને જૂનાગઢના લોકો જોડાયા હતા. 9 નવેમ્બર 1947ના દિવસે આરઝી હકૂમતની ચળવળ અને લડાઈના ભાગરૂપે જૂનાગઢ નવાબની ચુંગાલમાંથી મુક્ત થયું હતું અને આજના દિવસે સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો બન્યુ હતું. ત્યારથી 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢને મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાં આરઝી હકુમતના સ્મારકના કરાઈ પૂજન વિધિ
જૂનાગઢ નવાબની ચુંગાલમાંથી મુક્ત થયા બાદ બે દિવસ પછી સરદાર પટેલે બહાઉદ્દીન કોલેજનાં પટાંગણમાં જૂનાગઢની મુક્તિ મળ્યા બાદ વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત કોલેજના પટાંગણમાં આરઝી હકૂમતની સ્થાપવામાં આવેલી સ્મારક શીલાના પૂજનનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે. જેને લઈને દર વર્ષે 9મી નવેમ્બરના દિવસે આરઝી હકૂમતની શીલા પૂજન વિધિનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં પંડિતોની વિશેષ હાજરીમાં શિલાનું પૂજન કરીને જૂનાગઢના મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ શ્રીનગર હવે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કનો ભાગ
આ પણ વાંચોઃ જાહેર જીવનમાં અપરાધીઓથી લોકતાંત્રિક મૂલ્યો નીચા જઈ રહ્યાં છે