વિશ્વકપ ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ક્વાટર ફાઈનલ મેચ રમવા જઈ રહી છે. આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની બંને ટીમો માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. જો ભારત આ મેચ જીતશે તો તેનું સ્થાન સેમિફાઇનલમાં નક્કી કરી દેશે, તો બીજી તરફ કોઈ ચમત્કાર સર્જાય અને વેસ્ટ ઈન્ડીઝની ટીમ આ મેચ જીતવામાં સફળ થાય તો તેના અંકોને લઈને ગ્રુપમાં ઘણી ઊથલપાથલ થઈ શકે તેમ છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ આજની મેચમાં વિજય પ્રાપ્ત કરશે તો ખાસ કરીને ઈંગ્લેન્ડ માટે નવી મુશ્કેલી સર્જાઇ શકે તેમ લાગી રહ્યું છે.
અત્યાર સુધીમાં યોજાયેલા મેચમાં અફઘાનિસ્તાનને બાદ કરતા ભારતનો બેટિંગ ઓર્ડર ખૂબ મજબૂત અને પ્રભાવી રીતે રમી રહ્યો છે. જેને જતા આજની મેચમાં ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે મજબૂત કહી શકાય તો વિજય મેળવશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની તેમજ બોલેરોની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર પણ આજની મેચ રમી શકે છે. યજુવેન્દ્ર ચહલ સહિતના બોલેરો વેસ્ટ ઇન્ડીઝની કાગળ પર કહી શકાય તેવી મજબૂત બેટિંગ લાઇન અપને રફેદફે કરવા માટે શક્તિશાળી છે તેવું માનવામાં આવી રહ્યું છે.
સામા પક્ષે ક્રિસ ગેઈલ બ્રૈથવેઈટ હોલ્ડર સહિતના ખેલાડીઓ અગાઉની મેચમાં ચમત્કારિક અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. જેને લઇને આ ખેલાડીઓ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. વર્ષો પહેલા જે પ્રકારે વેસ્ટ ઇન્ડીઝની બોલીંગ મજબૂત હતી તેવી મજબૂત બોલિંગ લાઇન અપ આજે જોવા મળતી નથી, પરંતુ હોલ્ડર સહિતના કેટલાક બોલેરો ભારતના સામે પડકાર સર્જી શકે તેમ છે. આજની મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રસેલ ઈજાગ્રસ્ત હોવાના કારણે મેચ રમવાની શક્યતા નથી. જે ભારત માટે એક સારા સમાચાર કહી શકાય રસેલ બોલિંગમ અને બેટીંગ બંન્નેમા વેસ્ટ ઇન્ડીઝને ખૂબ જ ઉપયોગી સાબિત થયેલ છે. જે આજની મેચમાં નહી રમવાથી ઇન્ડીઝનો બેટિંગ અને બોલીગ આક્રમણ નબડુ પડશે તેવું ચોક્કસ કહી શકાય છે.