ETV Bharat / state

Wildlife Photography: ભાગ્યે જ જોવા મળતી ક્ષણ કેમેરામાં કેદ, સિંહણનો ડણક કરતો વીડિયો કર્યો ક્લિક - gir lion

સમયાંતરે જૂનાગઢ સફારીમાં સિંહના અવનવા ફોટો ક્લિક કરવા માટે ફોટોગ્રાફર ઉમટી પડે છે. પરંતુ ઘણા ઓછા લોકોને સિંહની ભાગ્યે જ જોવા મળતી મૂવમેન્ટ ક્લિક કરવાનો ચાન્સ મળે છે. ક્યારેક બચ્ચા સાથે તો ક્યારેક શિકાર કરતા સિંહના ફોટા જોવા મળે છે. આ પાછળ ફોટોગ્રાફર ની ખૂબ મહેનત હોય છે. સિંહણની ડણક કરતો આકર્ષક પોઝ મીત પટેલ નામના ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થયો છે.

સિંહણનો ડણક કરતો વીડિયો કર્યો ક્લિક
સિંહણનો ડણક કરતો વીડિયો કર્યો ક્લિક
author img

By

Published : Apr 19, 2023, 9:12 AM IST

સિંહણનો ડણક કરતો વીડિયો કર્યો ક્લિક

જૂનાગઢ: એશિયાટિક લાયનનું આવાસ કેન્દ્ર એટલે ગીર પંથક. જ્યાં ફોટોગ્રાફર વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવા માટે આવે છે. મિત પટેલ નામના ફોટોગ્રાફર એક સિંહણની ડણક કરતો ફોટો અને વિડિયો ક્લિક કર્યો છે. જે ભાગ્યે જ મળે છે. ગર્જના કરતા સિંહ કે સિંહણને કેમેરામાં કંડારવાનો ઉત્સાહ કોઈપણ ફોટોગ્રાફરને હોય છે. આ મોકો મિત પટેલ નામના ફોટોગ્રાફરને મળ્યો હતો. ફોટોગ્રાફર માટે જીવનભર નો સંભારણું બની રહેશે.

આકર્ષક પોઝ: ગીર જંગલ સફારી અને વહેલી સવારે સિંહણનો ડણક કરતો આકર્ષક પોઝ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મીત પટેલ ના કેમેરામાં કેદ થયો છે. ગર્જના કરતા સિંહ કે સિંહણને કેમેરામાં કંડારવાનો ઉત્સાહ કોઈ પણ ફોટોગ્રાફરને હોય છે. ત્યારે તેમાં પણ જો સિંહ કે સિંહ ગર્જના કરીને ચાલતા જતા હોય તે પ્રકારનો પોઝ કેમેરામાં કેદ કરવાની તક મળે તો તે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર માટે જીવનભરનું સંભારણું બની રહે છે. તે જ પ્રકારનો સંભારણું વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર મીત પટેલ ને પ્રાપ્ત થયું છે.

આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર: જંગલનો અદભુત અને અવિસ્મરણીય વિડિઓ ગીરનું જંગલ સદીઓથી સિંહોના રક્ષણ અને પ્રકૃતિ પ્રેમીઓને દર્શન કરાવતું આવે છે. અહીં એશિયામાં એક માત્ર જોવા મળતા જંગલના રાજા સિંહ ના અંતિમ નિવાસસ્થાન પણ માનવામાં આવે છે. ત્યારે અહીં સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમી સિંહના દર્શન કરવા માટે આવતા હોય છે. સાથે સાથે વન્ય જીવ સાથે ખૂબ જ નિકટતાથી જોડાયેલા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પણ ખૂબ જ ઉત્સાહ સાથે સમગ્ર વર્ષ દરમ્યાન જંગલના રાજા સિંહ ને કેમેરામાં કંડારવાની તક શોધતા હોય છે. ત્યારે આ જ પ્રકારની તક વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મિત પટેલને પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચો Junagadh Lion: ગીર દેવડીયા સફારી પાર્કમાં એકદમ નજીકથી સિંહ દર્શન કરતા પ્રવાસીઓ

સિંહણ કેમેરામાં કંડારાઈ: કાલે વહેલી સવારે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર મિત પટેલ અને તેમનું ગ્રુપ જંગલની મુલાકાતે હતું. આ દરમિયાન પ્રથમ સફારીમાં વહેલી સવારના સમયે હરણના સતત અવાજની પછી જંગલમાંથી સિંહણ ગર્જના કરતી માર્ગ પર ચાલતી દેખાય છે. આ પ્રકારનો અનુભવ ગીર જંગલમાં સિંહ દર્શન કરવા માટે આવેલા પ્રવાસીઓ સાથે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે પણ ખૂબ જ મહત્વની અને હોય છે. જે મિત પટેલને પ્રાપ્ત થઇ છે. રાણીની માફક જંગલી માર્ગો પર જાણે કે સૌ કોઈને સંદેશો આપતી ચાલતી નીકળી છે કે સિંહની રાણી સિંહણ રાણીની જેમ જંગલમાં વિહાર માટે નીકળ્યા છે. આ પ્રકારના દ્રશ્યો જોવા અને તેને કેમેરામાં કેદ કરવાની તક જીવનના સંભારણા રૂપે પણ બનતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.