ETV Bharat / state

જૂનાગઢમાં ઘટતા કોરોના વાયરસ કેસ સામે ગિરનાર રોપ-વે પર કોરોના ગાઈડલાઈનનો ખુલ્લે આમ ભંગ - Violation of social distance

કોરોના સંક્રમણ સામે સતત સારા સમાચારો મળી રહ્યા છે. કોરોના‌વાયરસ નું પ્રમાણ હવે દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિ ની વચ્ચે જૂનાગઢમાંથી ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા સમાચારો અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનાર રોપ-વે સ્થળની બહાર હજારોની સંખ્યામાં શિક્ષિત અને ઉચ્ચ વર્ગના લોકો રોપ-વેમાં સવારી કરવા માટે એકઠા થયા હતા. આ દ્રશ્યો ખૂબ જ ચિંતાજનક હતા જે પ્રકારે કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે પરંતુ આવા દ્રશ્યો કોરોના વાયરસ ને ફેલાવવા માટે મોકળું મેદાન પણ આપી શકે છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Jan 25, 2021, 7:28 AM IST

  • સતત ઘટી રહેલા કોરોના સંક્રમણ ની સામે જૂનાગઢમાં જોવા મળ્યા ચિંતાજનક દ્રશ્યો
  • ગિરનાર રોપ-વે સ્થળની બહાર હજારો યાત્રિકો ઉમટી પડ્યા
  • સુખી-સંપન્ન અને શિક્ષિત લોકો કરી રહ્યા છે તકેદારી નું ઉલંઘન
    ગિરનાર રોપ-વે પર કોરોના ગાઈડલાઈનનો ખુલ્લે આમ ભંગ

    જૂનાગઢ :સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે કોરોના નું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આવા સારા સમાચારોની વચ્ચે જૂનાગઢમાં ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગિરનાર રોપ-વે સ્થળની બહાર હજારોની સંખ્યામાં યાત્રિકો ટોળે વળેલા જોવા મળ્યા હતા.રજાનો દિવસ હોવા ને કારણે મોટી સંખ્યામાં જૂનાગઢના સ્થાનિક અને અન્ય જિલ્લાના યાત્રિકો પણ ગિરનાર રોપવે માં સફર કરવા માટે ભવનાથ તળેટીમાં આવેલા રોપવે સ્થળ પર પહોંચી ગયા હતા. જેને કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આપવામાં આવેલી તમામ ગાઈડ લાઈન નું ખુલ્લેઆમ ભંગ થતો હોય તેવા ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
    સુખી-સંપન્ન અને શિક્ષિત લોકો કરી રહ્યા છે તકેદારી નું ઉલંઘન

શિક્ષિત અને ઉચ્ચ વર્ગના લોકો કરી રહ્યા છે કોરોના સામે બેદરકારી ભર્યુ વલણ

ગિરનાર રોપ-વે સ્થળની બહાર હજારો યાત્રિકો ઉમટી પડ્યા

આજે (રિવાવારે) ગિરનાર રોપ-વે સ્થળની બહાર હજારોની સંખ્યામાં યાત્રિકો એકઠા થયા હતા. સામાજિક અંતરનો ખુલ્લેઆમ ભંગ થતો હોય તેવા ચિંતાજનક દ્રશ્યો જોવા મળતા હતા. વધુમાં કેટલાક પ્રવાસીઓએ માસ્ક પહેરવા સુધીની તકેદારી પણ રાખવા માટે જાણે કે નાનપ અનુભવતાા હોય તે પ્રકારે બેદરકાર જોવા મળ્યા હતા. આ પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી કોઈ ગરીબ અને મજૂર વર્ગની વ્યક્તિઓ નહીં પરંતુ ભણેલ-ગણેલ અને સુશિક્ષિત સમાજમાંથી આવેલા વ્યક્તિઓ કોરોના વાયરસ સામે બેદરકારીભર્યા વલણ દાખવતા જોવા મળ્યા હતા. આવા દ્રશ્યો કોરોના વાયરસ ને ફેલાવવા માટે મોકળું મેદાન આપી શકે છે તેને આપણે નકારી શકીએ તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.