ETV Bharat / state

Vijaya Ekadashi 2023: ભગવાન રામે વિજયા એકાદશીનું વ્રત કરીને મેળવ્યો હતો રાવણ પર વિજય - Vijaya Ekadashi 2023

ભગવાન રામે વિજયા એકાદશીનું વ્રત કરીને રાવણ પર વિજય મેળવ્યો હતો. વિજયા એકાદશીનું વ્રત ભગવાન રામે પણ રાખ્યું હતું. વિજયા એકાદશીના વ્રતને કારણે ભગવાન શ્રીરામે રાવણ દ્વારા અપહરણ કરાયેલા સીતા માતાને રાવણની કેદમાંથી મુક્તિ અપાવી હતી.

ભગવાન રામે વિજયા એકાદશીનું વ્રત કરીને મેળવ્યો હતો રાવણ પર વિજય

author img

By

Published : Feb 16, 2023, 1:18 PM IST

ભગવાન રામે વિજયા એકાદશીનું વ્રત કરીને મેળવ્યો હતો રાવણ પર વિજય

જૂનાગઢ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં વિજિયા એકાદશીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. સનાતન ધર્મ સંસ્કૃતિ ની પ્રાચીન લોક વાયકા મુજબ ભગવાન શ્રી રામે વિજયા એકાદશીનું વ્રત કરીને સીતા માતાને રાવણની કેદમાંથી મુક્તિ અપાવી હતી. લંકા પર વિજય પતાકા લહેરાવી હતી. વિજયા એકાદશીને અશ્વમેઘ યજ્ઞના પુણ્યશાળી ફળ સાથે પણ સરખાવવામાં આવી છે. જેનું સનાતન ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ધાર્મિક મહત્વ છે.

Maha Shivratri Fair: મહાશિવરાત્રિના મેળામાં બોક્સ બાબાએ ખેંચ્યું સૌનું ધ્યાન, પૂંઠાના બોક્સમાં બેસી બાબા કરશે આરાધના

વિજિયા એકાદશીનું પાવન પર્વ: વિજયા એકાદશીનું પાવન પર્વ છે. ભગવાન શ્રીકૃષ્ણએ સૌ પ્રથમ વખત વિજયા એકાદશીના વ્રત અને તેના પુણ્યને લઈને યુધિષ્ઠિરને સમજણ આપી હતી. સનાતન ધર્મ ની માન્યતા મુજબ વિજયા એકાદશીનું વ્રત સર્વ પ્રથમ વખત મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે કર્યું હોવાની લોક વાયકા છે. જ્યારે શ્રીરામને વનવાસ આપવામાં આવ્યો હતો. આ સમયે જંગલમાંથી સીતા માતાનું અપહરણ રાવણ દ્વારા કરવામાં આવતા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ સીતા માતાને શોધવા સમગ્ર જંગલમાં વિચરણ કરી રહ્યા હતા. આ સમયે તેમની મુલાકાત એક ઋષિ સાથે થાય છે. તેમણે ઋષિને તેમની આપવીતી જણાવતા ઋષિ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામને વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમામ કાર્યોમાં વિજય મળશે તેવા આશીર્વાદ આપ્યા હતા.

આ પણ વાંચો Maha Shivratri 2023: રેલવે વિભાગે જૂનાગઢ જતી ટ્રેનની સંખ્યા વધારી, જાણો ટાઈમટેબલ

રામે પ્રથમ વખત કર્યું વ્રત: ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ ભગવાન શ્રીરામ પ્રથમ વખત સનાતન ધર્મ સંસ્કૃતિમા ઉલ્લેખ થયા મુજબ વિજય એકાદશીનું વ્રત કર્યું હોવાની ધાર્મિક માન્યતા છે. વિજયા એકાદશીના વ્રતને કારણે ભગવાન શ્રીરામે રાવણ દ્વારા અપહરણ કરાયેલા સીતા માતાને રાવણની કેદ માંથી મુક્તિ અપાવી હતી. લંકા પર વિજય પણ પ્રાપ્ત કર્યો હતો. વિજયા એકાદશીના વ્રતને કારણે ભગવાન રામે સમગ્ર લંકાવાસીઓને રાવણના રાક્ષસી શાસન અને ત્રાસમાંથી પણ મુક્તિ અપાવી હતી. જેનું શ્રેય વિજયા એકાદશીના વ્રતને સનાતન ધર્મ સંસ્કૃતિમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો Mahashivratri Mela 2023: સાધુ અને સત્તાધીશો વચ્ચે બેઠક, સ્વચ્છતાને લઈ ખાસ ધ્યાન રખાશે

અશ્વમેઘ યજ્ઞનું ફળ: બ્રહ્માજીએ વિજયા એકાદશીના વ્રતને લઈને તેની કથા નારદજીને સંભળાવી હતી. જેમાં પણ ભગવાન શ્રીરામે વનવાસ જે વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા અને શક્તિ અને તેમાં વિજય પ્રાપ્ત કરવા ને લઈને વિજયા એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે મુજબ ભગવાન શ્રીરામને વાનરસેનાનો આશરો મળ્યો સમુદ્રમાંથી રામસેતુ બનાવવાની શક્તિ અને ઉપાયો પ્રાપ્ત થયા. જેને કારણે રામના લંકા પર વિજયની સાથે વિજયા એકાદશીને માનવામાં આવે છે. વિજિયા એકાદશીનું વ્રત કરનાર પ્રત્યેક વ્યક્તિ લોક અને પરલોકમાં સુખી થાય છે. વિજયા એકાદશીના વ્રત સાથે પુણ્ય કાળમાં વ્રત કથા વાંચવી કે સાંભળવી ને અશ્વમેઘ યજ્ઞના પુણ્ય કાળી ફળ સાથે પણ સરખાવવામાં આવે છે.

વિજયા એકાદશીનું વ્રત અને વિધિ: સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઉલ્લેખ થયાં મુજબ વિજિયા એકાદશીના દિવસે પુણ્ય કાળમાં જ્ઞાનવિધિ પૂર્ણ કર્યા બાદ કળશ નહિ નાળિયેર સાથે પૂજા કરવાની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે .આ સમયે જવું ના દાણા ધુપ દીપ નૈવેદ વગેરે સમયપિત કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વિજયાદશમીના દિવસે આખી રાતનું જાગરણ કરવાનો પણ ખૂબ જ ધાર્મિક મહત્વ છે. વહેલી સવારે બ્રાહ્મણોને દાન આપવાથી વિજય એકાદશીના દિવસનો પુણ્યકારી પ્રત્યેક વ્યક્તિને મળતું હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.